Home International Unemployment In India Fell In July 2025

જુલાઈ 2025માં ભારતમાં ઘટી બેરોજગારી : બેરોજગારીનો દર ઘટીને 5.2 પર આવ્યો

જુલાઈ 2025માં ભારતમાં ઘટી બેરોજગારી
Published by: OBS Bureau
Last Updated: Aug 18, 2025, 04:52 PM IST

દેશમાં રોજગારના મોરચે રાહતના સમાચાર આવ્યા છે. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયના પીરિયડિક લેબર ફોર્સ સર્વે (PLFS) મુજબ, જુલાઈ 2025માં બેરોજગારીનો દર ઘટીને 5.2 ટકા રહ્યો છે. જૂન અને મે મહિનામાં આ દર 5.6 ટકા હતો.

Regional Unemployment Rate

  • શહેરી વિસ્તારો : બેરોજગારીનો દર જૂનના 7.1% થી વધીને જુલાઈમાં 7.2% થયો.

  • ગ્રામીણ વિસ્તારો : બેરોજગારીનો દર જૂનના 4.9% થી ઘટીને જુલાઈમાં 4.4% નોંધાયો.

Youth Employment Situation (Age 15-29 years)

  • રાષ્ટ્રીય સ્તરે જુલાઈમાં દર ઘટીને 14.9% રહ્યો (જૂનમાં 15.3%).

  • શહેરી વિસ્તારોમાં : બેરોજગારી દર થોડો વધીને 19% રહ્યો (જૂનમાં 18.8%).

  • ગ્રામીણ વિસ્તારોમાં : દર ઘટીને 13% નોંધાયો (જૂનમાં 13.8%).

Labour Force Participation Rate (LFPR)

  • રાષ્ટ્રીય સ્તરે જુલાઈમાં 41.4% (જૂનમાં 41%).

  • ગ્રામીણ વિસ્તારોમાં : 42% (જૂનમાં 41.5%).

  • શહેરી વિસ્તારોમાં : 40.1% (જૂનમાં 39.8%).

Worker Population Ratio (WPR)

  • રાષ્ટ્રીય સ્તરે 52% (જૂનમાં 51.2%).

  • ગ્રામીણ વિસ્તારોમાં : 54.4% (જૂનમાં 53.3%).

  • શહેરી વિસ્તારોમાં : 47%.

PLFS Survey Coverage

જુલાઈ 2025માં અખિલ ભારતીય સ્તરે 7,519 એકમો, 89,505 ઘરો અને કુલ 3,79,222 વ્યક્તિઓનો સમાવેશ કરીને સર્વેક્ષણ થયું. તેમાં ગ્રામીણ વિસ્તારોમાંથી 2,16,832 અને શહેરી વિસ્તારોમાંથી 1,62,390 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ઈરાનની મિસાઈલ પર ભારતનું નામ?
અહીં ઉંઘીને લોકો મેળવે છે ભવિષ્યના સંકેત
ઈઝરાયેલી ટેન્કોનું કબ્રસ્તાન બન્યો આ દેશ
વૈશ્વિક બજારમાં ઉથલપાથલ
Bab al-Mandeb Strait ને કેમ કહેવામાં આવે છે Gate of Tears?