Home Utilities Uidai Deactivated Aadhaar Numbers Of More Than 2 Crore People Know The Reason

UIDAI એ 2 કરોડથી વધુ આધાર નંબરો કર્યા ડીએક્ટિવેટ : જાણો આવો નિર્ણય કેમ લીધો

UIDAI એ 2 કરોડથી વધુ આધાર નંબરો કર્યા ડીએક્ટિવેટ
Published by: OBS Bureau
Last Updated: Nov 27, 2025, 04:41 AM IST

UIDAI Deactivated Aadhaar Numbers: UIDAI એ 2 કરોડથી વધુ આધાર નંબરો ડીએક્ટિવેટ કર્યા છે. આ બધા નંબરો મૃત વ્યક્તિઓના છે. ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલયે બુધવારે આ જાહેરાત કરી હતી, જેમાં જણાવ્યું હતું કે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) એ આધાર ડેટાબેઝ સચોટ અને અદ્યતન રાખવા માટે આ પગલું ભર્યું છે.

ઓથોરિટીએ જણાવ્યું હતું કે આ સફાઈ ઝુંબેશ ઓળખની છેતરપિંડી અને કલ્યાણ લાભો માટે આધાર નંબરનો દુરુપયોગ અટકાવવા માટે જરૂરી છે.

UIDAI એ આ પગલું ભર્યું

જોકે, મૃતકોની ઓળખ કરવા માટે, UIDAI એ રજિસ્ટ્રાર જનરલ ઓફ ઈન્ડિયા (RGI), રાજ્ય સરકારો, કેન્દ્રશાસિત પ્રદેશો, જાહેર વિતરણ વ્યવસ્થા અને રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ જેવી વિવિધ એજન્સીઓ પાસેથી ડેટા લીધો છે.

આ કામને સરળ બનાવવા અને વધુ ડેટા એકત્રિત કરવા માટે, UIDAI બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓ સાથે કામ કરવાની તૈયારી કરી રહ્યું છે.

આધાર નંબર કેમ ડીએક્ટીવેટ કરી રહ્યું છે UIDAI?

ઓથોરિટીએ સ્પષ્ટતા કરી છે કે આધાર નંબર ક્યારેય ફરીથી સોંપવામાં આવતા નથી. એકવાર કોઈ વ્યક્તિનું મોત થઈ જાય, પછી તેનો ગેરકાયદેસર ઉપયોગ ન થાય તેની ખાતરી કરવા માટે તેનો આધાર નંબર ડીએક્ટીવેટ કરવો જરૂરી છે.

ફીચર કર્યું છે લોન્ચ

આ વર્ષની શરૂઆતમાં, UIDAI એ myAadhaar પોર્ટલપર "પરિવારના કોઈ સભ્યના મોતની રિપોર્ટિંગ" નામનું એક ફીચર લોન્ચ કર્યું હતું. આ સર્વિસ હજુ 25 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઉપલબ્ધ છે જે સિવિલ રજીસ્ટ્રેશન સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યા છે.

શું કોઈ પણ કરી શકે છે રિપોર્ટ?

ના. મોતની રિપોર્ટ કરવા માટે, પરિવારના કોઈ સભ્યને પોર્ટલ પર પોતાને વેરીફાઈ કરવાનો રહેશે અને પછી મૃતક વ્યક્તિનો આધાર નંબર, ડેથ રજીસ્ટ્રેશન નંબર અને બીજી બેસિક ડિટેલ્સ ભરવાની રહેશે.

UIDAI સબમિટ કરેલી માહિતીને ચકસે છે અને વેરિફિકેશન પછી, આધાર નંબર ડીએક્ટીવેટ કરવાની પ્રક્રિયા શરૂ કરે છે.

UIDAI એ આધાર હોલ્ડર્સને કહ્યું કે તે ઓફિશિયલ ડેથ સર્ટિફિકેટ મળ્યા બાદ પોતાના પરિવારના સભ્યની મોતની રિપોર્ટ myAadhaar પોર્ટલ પર કરે.

અથોરિટીએ કહ્યું કે આનાથી સંપૂર્ણ દેશમાં વધુ યોગ્ય અને ફ્રોડ-ફ્રી આધાર ડેટાબેસ જાળવી રખવામાં મદદ મળશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now