Home Entertainment Twisha Sharma Postmortem Report Gymnastic Belt Samarth Singh Case

ટ્વિશા શર્મા કેસમાં એક નવો જ ખુલાસો : જિમ્નાસ્ટિક બેલ્ટથી ટૂંકાવી હતી જિંદગી! શું કહે છે પોસ્ટમોર્ટમ રિપોર્ટ

twisha sharma case
Published by: Viral Patel
Last Updated: May 19, 2026, 01:28 PM IST

twisha sharma case: ટ્વિશા શર્માના મોત મામલે તપાસ સાથે જોડાયેલો એક મહત્વનો રિપોર્ટ સામે આવ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, લિગેચર એટલે કે ફાંસામાં વપરાયેલા બેલ્ટના રિપોર્ટમાં એ સ્પષ્ટ થયું છે કે ટ્વિશાએ કથિત રીતે તે જ બેલ્ટનો ઉપયોગ કરીને ફાંસો ખાધો હતો. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે લિગેચર તપાસના તારણો મોત કે આત્મહત્યા હોવા તરફ ઈશારો કરે છે. ટ્વિશા શર્માના પરિવારે ભોપાલ જિલ્લા અદાલતમાં ટ્વિશાના બીજા પોસ્ટમોર્ટમ માટે અરજી દાખલ કરી છે. ટ્વિશા શર્મા નોઈડાની રહેવાસી હતી અને ભોપાલમાં તેનું સાસરું હતું.

એવું કહેવામાં આવી રહ્યું છે કે ટ્વિશાનો મૃતદેહ છત પર લગાવેલા જિમ્નાસ્ટિક બેલ્ટ પરથી નીચે ઉતારવામાં આવ્યો હતો. છત પર લાગેલી પાઇપ સાથે આ બેલ્ટ બાંધેલો હતો અને પ્રાથમિક તપાસ મુજબ તેણે આનાથી જ ગળેફાંસો ખાધો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, પોસ્ટમોર્ટમ વખતે આ બેલ્ટ સાથે મોકલવામાં આવ્યો ન હતો. પોલીસે બે દિવસ પહેલા જ આત્મહત્યામાં વપરાયો હોવાનું કહેવાતા બેલ્ટને તપાસ માટે ઉપલબ્ધ કરાવ્યો હતો.

‘રામાયણ’ પહેલાનો એવો ટીવી શો જેણે ઘરઘરમાં છોડી દીધી છાપ! : બાળકો માટે હતો ભય અને રોમાંચનો અદ્ભૂત ખજાનો! જાણો આજે પણ કેમ છે લોકોના મનમાં જીવંત

ટ્વિશાના પરિવારે લગાવ્યા આ આક્ષેપો

હાલ પોલીસ આ મામલાની દરેક પાસાથી તપાસ કરી રહી છે અને સામે આવેલા રિપોર્ટને કેસની એક મહત્વની કડી માનવામાં આવી રહ્યો છે. જોકે, ટ્વિશાના પરિવારજનો સતત હત્યા અને માનસિક-શારીરિક ત્રાસના આક્ષેપો લગાવી રહ્યા છે, જ્યારે તપાસ એજન્સીઓ તમામ તથ્યોને જોડીને અંતિમ નિષ્કર્ષ પર પહોંચવામાં જોતરાયેલી છે.

ટ્વિશા શર્મા કેસમાં પરિવારે કરી ફરીથી પોસ્ટમોર્ટમની માંગ

ટ્વિશા શર્માના પરિવારે રવિવારે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવના નિવાસસ્થાનની બહાર પ્રદર્શન કર્યું હતું. પરિવારે આરોપ લગાવ્યો કે ટ્વિશાની હત્યા તેના પતિ અને સાસરી પક્ષના લોકોએ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે કરી છે અને પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પરિવારજનોએ આ મામલે દિલ્હી AIIMS (એમ્સ)માં ફરીથી પોસ્ટમોર્ટમ કરાવવાની માંગ કરી છે. પરિવારનો આરોપ છે કે ટ્વિશાને લાંબા સમયથી માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવી રહ્યો હતો. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે નિવૃત્ત જજ સાસુ ગિરીબાલા સિંહ પોતાના પ્રભાવનો ઉપયોગ કરીને તપાસને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરિવારજનોએ ન્યાય ન મળે ત્યાં સુધી અંતિમ સંસ્કાર કરવાનો ઇનકાર કરી દીધો હતો.

પંજાબી સિંગર ઈન્દર કૌરની હત્યાથી ચકચાર : 6 દિવસ પહેલાં અપહરણ થયું, હવે કેનાલમાંથી મળી લાશ

સાસુને જામીન મળ્યા, પતિ ફરાર

ટ્વિશા બે મહિનાની ગર્ભવતી હતી અને ગયા અઠવાડિયે ભોપાલ સ્થિત સાસરે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. આ મામલાની તપાસ માટે ખાસ તપાસ ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે. આ દરમિયાન ગિરીબાલા સિંહને આગોતરા જામીન મળી ચૂક્યા છે, જ્યારે પતિ સમર્થ સિંહની આગોતરા જામીન અરજી પર કોર્ટમાં સુનાવણી થવાની બાકી છે.

ન્યાય ન મળવા પર પિતાએ આપી ચેતવણી

ટ્વિશાના પિતાએ આરોપ લગાવ્યો કે આરોપીઓને ટ્રાયલ (સુનાવણી) શરૂ થાય તે પહેલા જ રાહત મળી રહી છે, જે ન્યાય પ્રણાલી માટે જોખમી સંકેત છે. તેમણે ચેતવણી આપી કે જો ન્યાય નહીં મળે તો તેઓ મુખ્યમંત્રી આવાસની સામે આત્મવિલોપન કરી લેશે. પરિવાર કેટલાય કલાકો સુધી કાળઝાળ ગરમીમાં સીએમ હાઉસની બહાર બેસી રહ્યો હતો અને મુખ્યમંત્રી સાથે સીધી મુલાકાતની માંગ કરતો રહ્યો હતો. જોકે મુલાકાત થઈ શકી નહોતી. પરિવારજનોએ એવી પણ માંગ કરી છે કે મૃતદેહને માઈનસ 4 ડિગ્રી તાપમાન પર સુરક્ષિત રાખવામાં આવે જેથી કરીને ફરીથી પોસ્ટમોર્ટમ થાય ત્યાં સુધી તેમાં કોઈ ફેરફાર ન થાય.

થલપતિ વિજય બાદ હવે સૂર્યા બનશે તમિલ સિનેમાના નવા સુપરસ્ટાર! : માત્ર 3 દિવસમાં ‘કરુપ્પુ’ ફિલ્મ બની સૂર્યાના કરિયરની સૌથી મોટી હિટ


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now