Home Automobile Tvs Will Soon Launch A New Cafe Racer Bike Know Information About This Bike

TVS ટૂંક સમયમાં લોન્ચ કરશે નવી Cafe Racer બાઇક! : સ્ટાઇલિશ લુક અને પાવરફુલ પરફોર્મન્સ સાથે આવશે TVS ની નવી બાઇક

TVS ટૂંક સમયમાં લોન્ચ કરશે નવી Cafe Racer બાઇક!
Published by: Aryan Shah
| Last Updated: Mar 25, 2026, 06:40 AM IST

TVS to launch Cafe Racer bike : TVS ભારતીય બજારમાં એક સ્ટાઇલિશ નવી બાઇક લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. ઘણા રિપોર્ટ્સ અનુસાર, કંપનીએ તેના લોકપ્રિય TVS Ronin પર બેસ્ડ નવી કાફે રેસર ડિઝાઇન પેટન્ટ કરાવી છે. આ સૂચવે છે કે, TVS ટૂંક સમયમાં 225cc સેગમેન્ટમાં એક અલગ અને સ્પેશિયલ બાઇક રજૂ કરી શકે છે. જોકે કંપનીએ હજુ સુધી તેના લોન્ચ અંગે કોઈ સત્તાવાર માહિતી આપી નથી, પેટન્ટ સ્પષ્ટપણે સૂચવે છે કે, આ બાઇક પર કામ કરવામાં આવી રહ્યું છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ બાઇકની ડિઝાઇન TVS Ronin Factory Custom Cafe Racer જેવી જ છે, જે 2024 ના અંતમાં લોન્ચ કરવામાં આવી હતી.

બાઇકની ડિઝાઇન કેવી હશે?

નવી કાફે રેસર બાઇકની ડિઝાઇન વર્તમાન TVS Ronin કરતાં ઘણી અલગ અને વધુ સ્પોર્ટી હોઈ શકે છે. તેમાં ક્લિપ-ઓન હેન્ડલબાર હોઈ શકે છે, જેના પરિણામે આગળ તરફ બૅન્ડ થઈને બાઇકની સવારી કરવી પડી શકે છે. તેના પાછળના ભાગમાં ફૂટપેગ્સ હશે. બાઇકના આગળના ભાગમાં એક નાનું ફેરિંગ આપી શકાય છે, જે હેડલાઇટને કવર કરી લેશે. આ ઉપરાંત, તેમાં સિંગલ સીટ અને પાછળના ભાગમાં કાઉલ હશે, જેના કારણે બાઇકનો લુક વધુ ક્લાસિક દેખાશે. પાછળના ભાગમાં ફેન્ડર, ટેલલાઇટ અને એક્ઝોસ્ટની ડિઝાઇન પણ નવી અને આકર્ષક હોઈ શકે છે. એકંદરે, આ બાઇક તે લોકોને ગમશે જેઓ અલગ અને સ્ટાઇલિશ બાઇક ઇચ્છે છે.

એન્જિન અને પર્ફોર્મન્સ કેવું હશે?

આ નવી બાઇકમાં TVS Ronin જેવુ જ 225cc, ઓઇલ-કૂલ્ડ, સિંગલ-સિલિન્ડર એન્જિન હોવાની શક્યતા છે. આ એન્જિન લગભગ 20.4hp અને 19.9nm ટોર્ક ઉત્પન્ન કરે છે. આ બાઇકમાં 5-સ્પીડ ગિયરબોક્સ આપવામાં આવી શકે છે. એટલે કે, કંપની આ બાઇકના એન્જિનમાં કોઈ મોટો ફેરફાર કરશે નહીં, તેના બદલે કંપનીનું ધ્યાન ડિઝાઇન અને રાઇડિંગ સ્ટાઇલ પર રહેશે. આનો અર્થ એ થયો કે, આ બાઇક પરફોર્મન્સ અને સ્ટાઇલનું એક સારું કોમ્બિનેશન આપશે.

ક્યારે લોન્ચ થશે આ પાવરફૂલ બાઇક?

હાલમાં, TVS એ આ બાઇકના લોન્ચિંગ અંગે કંઈ સ્પષ્ટ કર્યું નથી. ફક્ત પેટન્ટ મેળવવાનો અર્થ એ નથી કે, બાઇક ચોક્કસપણે લોન્ચ થશે, પરંતુ જો કંપની તેને માર્કેટમાં લોન્ચ કરે છે, તો આ બાઇક 200 થી 250cc સેગમેન્ટમાં એક અલગ ઓળખ બનાવી શકે છે. આ બાઇક ખાસ કરીને એવા લોકો માટે સારી રહેશે જેમને કસ્ટમ અને રેટ્રો સ્ટાઇલ બાઇક ગમે છે. જો કંપની આ બાઇકને લોન્ચ કરે છે, તો આ બાઇક યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય બની શકે છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

પેટ્રોલ-ડીઝલની બબાલ વચ્ચે સરકારની મોટી જાહેરાત: સરકારી કર્મચારીઓને EV ખરીદવા પર મળશે અત્યાર સુધીની સૌથી મોટી છૂટ!

પેટ્રોલ-ડીઝલની બબાલ વચ્ચે સરકારની મોટી જાહેરાત

માત્ર 5,000 ના EMI માં આ લોકપ્રિય કારોને ખરીદી શકો છો!: સસ્તી કાર અને ઓછી EMI, જાણો એવી ત્રણ કાર વિશે

માત્ર 5,000 ના EMI માં આ લોકપ્રિય કારોને ખરીદી શકો છો!

Hyundai Verna પર મળી રહ્યું છે ₹1 લાખ સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ!: લક્ઝરી સેડાન હવે બજેટમાં, Verna ખરીદવાની 'સુવર્ણ તક'

Hyundai Verna પર મળી રહ્યું છે ₹1 લાખ સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ!

Skoda Kushaq ના બેઝ મોડલમાં જ સનરૂફ અને ઓટોમેટિક ગિયરબોક્સ: ઓછા બજેટમાં સૌથી પાવરફુલ અને ફીચર લોડેડ ઓટોમેટિક SUV!

Skoda Kushaq ના બેઝ મોડલમાં જ સનરૂફ અને ઓટોમેટિક ગિયરબોક્સ