લાંબા, સરસ, કાળા અને રેશમી વાળ કોને ના ગમે. પરંતુ આજના સમયમાં વાળનું સફેદ થવું એક સામાન્ય સમસ્યા થઈ ગઈ છે. તણાવ, પોષણની કમી અને ખરાબ ભોજનની આદતોના કારણે વાળ યુવા વયમાં જ સફેદ થઈ રહ્યા છે. જેના કારણે અનેક લોકો શરમ અનુભવે છે. વાળને કાળા કરવા માટે લોકો અનેક નુસખાઓ પણ અજમાવે છે. આજે આપણે આવા જ કેટલાક નુસખાઓની વાત કરીશું
નુસખો 1
આમળા અને શિકાકાઈ બંને વાળ માટે ફાયદાકારક છે. આમળામાં વિટામિન સી હોય છે જે વાળને મજબૂત બનાવે છે, જ્યારે શિકાકાઈમાં એન્ટીઑકિસડન્ટ હોય છે જે વાળને સફેદ થતા અટકાવે છે. તમે આમળા અને શિકાકાઈને મિક્સ કરીને પેસ્ટ બનાવી શકો છો અને તેને તમારા વાળમાં લગાવી શકો છો.
નુસખો 2
વાળને કુદરતી રીતે કાળા કરવા માટે કેટલાક સરળ ઉપાયો અજમાવી શકાય. આમાં આમળા અને લીંબુના રસનું મિશ્રણ વાળમાં લગાવવાથી સારું પરિણામ મળે છે. મેથી અને નારીયળ તેલ ઉકાળી તે વાળમાં લગાવવાથી પણ વાળ કાળા રહે છે. લીમડાના પાનની પેસ્ટ બનાવીને તેલમાં ઉકાળી વાળમાં મસાજ કરવાથી ફાયદો થાય છે. મહેંદી અને કોફીના મિશ્રણથી વાળને કુદરતી કાળો રંગ મળે છે. વધુમાં, તંદુરસ્ત આહાર અને સ્ટ્રેસ ઘટાડવાથી પણ વાળ ઘાટા અને કાળા બની શકે છે.
નુસખો 3
નારિયેળનું તેલ અને લસણ પણ તમારા કાળા અને સ્વસ્થ વાળને પાછા લાવી શકે છે. નારિયેળના તેલમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જ્યારે લસણમાં સલ્ફર હોય છે. જે વાળને સફેદ થતા બચાવે છે. તમે આ બંનેને મળીને એક પેસ્ટ બનાવી શકો છો. જેને વાળ પર લગાવીને થોડા સમય પછી વાળ ધોવાના છે. જો તમારી પાસે ભૃંગરાજ અને બ્રાહ્મી હોય તો તે પણ તમારા વાળની ગુણવત્તા સુધારવામાં મદદ કરી શકે છે. તમારે બંનેને મિક્સ કરીને વાાળ પર લગાવવાનું છે અને આવું નિયમિત કરવાથી તમે તમારા વાળની ગુણવત્તામાં ફેરફાર થતો જોઈ શકશો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. OFFBeat Stories આની પુષ્ટિ કરતું નથી.)
વેસ્ટર્ન રેલવેનો મોટો નિર્ણય: વડોદરાથી વિવિધ શહેરો માટે સ્પેશિયલ ટ્રેનોની જાહેરાત






