Home International Trumps President Of South Africa Trump Cyril Ramaphosa Came Face To Face

‘‘અમારી પાસે તમને આપવા માટે પ્લેન નથી’’ : સાઉથ આફ્રિકાના રાષ્ટ્રપતિ સાથે ટ્રમ્પની ઝેલેન્સ્કીવાળી, આમને-સામને આવી ગયા ટ્રમ્પ-સિરિલ રામાફોસા!

‘‘અમારી પાસે તમને આપવા માટે પ્લેન નથી’’
Published by: OBS Bureau
Last Updated: May 22, 2025, 03:30 AM IST

કૂટનીતિ અને દ્વીપક્ષી રાજદ્વારી સંબંધોની વ્યાખ્યા જાણે ટ્રમ્પ બદલવા માગતા હોય તેમ તેમણે ફરી વ્હાઇટ હાઉસના ઓવલ હાઉસમાં ઝેલેન્સ્કીની જેમ સાઉથ આફ્રિકાના રાષ્ટ્રપતિ પર ખુલ્લેઆમ નરસંહારના આરોપ લગાવી દલીલો કરી નાખી. 
21 મે, 2025 ના રોજ, અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસની બેઠક દરમિયાન દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા સાથે ચર્ચા કરી. જેમાં દક્ષિણ આફ્રિકા પર તેના શ્વેત ખેડૂતો સામે "શ્વેત નરસંહાર" કરવાનો આરોપ મૂકવામાં આવ્યો. ટ્રમ્પે સામૂહિક કબરો અને હિંસાનો આરોપ લગાવતા વણચકાસાયેલા લેખો અને વિડિઓઝ રજૂ કર્યા. જે દાવાઓ રામાફોસાએ નકારી કાઢ્યા હતા અને સંબંધિત કથિત  ઘટનાઓને  સરકારી નીતિનું સમર્થન ન હોવાનું જણાવ્યું હતું. ફેબ્રુઆરીમાં યુક્રેનના ઝેલેન્સકી સાથે ટ્રમ્પના અગાઉની બોલાચાલીની યાદ અપાવતી આ ગરમાગરમીએ અમેરિકા-દક્ષિણ આફ્રિકાના સંબંધોમાં તણાવ ઉભો કરી દીધો છે. 
‘‘તમે ગોરા નાગરિકોનો નરસંહાર કર્યો’’
21 મે, 2025 ના રોજ વ્હાઇટ હાઉસની બેઠક દરમિયાન, યુ.એસ. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા વચ્ચેની ચર્ચાએ ત્યારે નાટકીય વળાંક લીધો જ્યારે ટ્રમ્પે, શ્વેત દક્ષિણ આફ્રિકનોને શરણાર્થી તરીકે સ્વીકારવાના યુ.એસ.ના નિર્ણય અંગેના પત્રકારના પ્રશ્નનો જવાબ આપતાં એક વીડિયો ચલાવ્યો. તેમણે લાઇટ્સ ઝાંખી કરી અને ક્લિપ્સ બતાવી, જેમાં વિપક્ષી રાજકારણી જુલિયસ માલેમા રંગભેદ યુગનું ગીત "કિલ ધ બોઅર" ગાતા જોવા મળ્યા, જેને ટ્રમ્પે નરસંહારના ઈરાદાના પુરાવા તરીકે રજૂ કર્યા. તેમણે લેખોનો ઢગલો પણ રજૂ કર્યો, જેમાં વારંવાર "મોત..મોત…ભયાનક મોત" કહેતાં, આરોપ લગાવ્યો કે તેઓએ શ્વેત ખેડૂતોની હત્યાઓનું દસ્તાવેજીકરણ કર્યું છે. ટ્રમ્પે વધુમાં શ્વેત ક્રોસની છબીઓ બતાવી, જેમાં દાવો કરવામાં આવ્યો કે તે સાઉથ આફ્રિકામાં 1,000થી વધુ હત્યા કરાયેલા ખેડૂતોની કબરો છે, જોકે પાછળથી આને 2020ના વિરોધ પ્રદર્શનના ભાગ રૂપે ઓળખવામાં આવી હતી.

‘‘મારા પાસે તમને આપવા પ્લેન નથી’’
ટ્રમ્પ અને રામાફોસા વચ્ચે ગરમાગરમી સર્જાઇ જતાં રામાફોસાએ માહોલને હળવો બનાવવા ટ્રમ્પને ટોણો મારતાં કહ્યું કે, "મારે પાસે તમને આપવા વિમાન નથી." રામાફોસાનું આ નિવેદન સાંભળીને ટ્રમ્પ એક પળ માટે ચોંકી ગયા. પરંતુ તેમણે તુરંત કહ્યું, ‘‘જો તમારો દેશ અમેરિકાને એક પ્લેન આપશે તો હું ખુશી ખુશી એ લઇ લઇશ’’ જો કે ટ્રમ્પના નિવેદન પર એક રિપોર્ટરે સવાલ કર્યો કે શું આ રીતે ગિફ્ટમાં પ્લેન લેવું તે નૈતિક રીતે સારી વાત છે?’’ જેના જવાબમાં ટ્રમ્પ ભડકી ગયાં અને રિપોર્ટરને કહ્યું કે તમે એક ખરાબ રિપોર્ટર છો. તમને પોતાના પર શરમ આવવી જોઇએ. 

કતરે ટ્રમ્પને આપ્યું છે 200 મિલિયન ડોલરનું પ્લેન!

મહત્વનું છેકે ટ્રમ્પે હાલમાં જ કતર દેશની મુલાકાત લીધી હતી. જ્યાંથી તેમને ગિફ્ટમાં 200 મિલિયન ડોલરનું લેવિશ પ્લેન ભેટ તરીકે મળ્યું હતું. જેની આખી દૂનિયામાં ચર્ચા છે. કતરનું આ મોંઘેરી ગિફ્ટ ટ્રમ્પે સ્વીકારી લીધી હતી. જેને લઇને સાઉથ આફ્રિકાના રાષ્ટ્રપતિએ ટ્રમ્પને ટોણો માર્યો હતો. 

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
એ...એ...ગયા!
વિદેશી ફોટોગ્રાફરે હાથીને ગુલાબી રંગીને કહ્યું- 'I DON'T USE AI'
Play Video
ઈરાનના તેલ પર અમેરિકાની નજર
મિસાઇલ શક્તિમાં કોણ છે વિશ્વમાં નંબર 1?
ઈરાને અમેરિકાનું E-3 Sentry વિમાન તોડી પાડ્યું
Play Video