અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના યુક્રેનિયન વોલોદિમીર ઝેલેન્સ્કી વચ્ચે શુક્રવારે વ્હાઇટ હાઉસની ઓવલ ઓફિસમાં ઉગ્ર બોલાચાલી થઈ હતી. ટ્રમ્પ અને વાઇસ પ્રેસિડન્ટ J.D. વેન્સે ઝેલેન્સ્કી પર તેમનો આદર ના કરવાનો આરોપ લગાવ્યો હતો.
આ દરમિયાન, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે તેઓ ઈચ્છે છે કે વ્હાઇટ હાઉસમાં બંને નેતાઓની બોલાચાલી બાદ ડોનાલ્ડ ટ્રમ્પ યુક્રેન માટે વધુ સમર્થન દર્શાવે.
વોલોદિમીર ઝેલેન્સ્કીએ તેમના નિવેદનમાં આ વાત કહી હતી.
ઝેલેન્સ્કીએ ફોક્સ ન્યૂઝને કહ્યું, "અલબત્ત બંને દેશો વચ્ચેના સંબંધોને સુધારી શકાય છે. યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું કે તેઓ ભાગીદાર તરીકે અમેરિકાને ગુમાવવા માંગતા નથી. તેમણે કહ્યું, "હું ખરેખર ઈચ્છું છું કે ટ્રમ્પ અમારી સાથે રહે.
એપીના અહેવાલ મુજબ, ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે યુક્રેન રશિયા સાથે ત્યાં સુધી શાંતિ વાટાઘાટોમાં જોડાશે નહીં જ્યાં સુધી તેને કોઈપણ વધુ આક્રમણ સામે સુરક્ષાની બાંયધરી નહીં મળે.
આ સારુ નથી થયું
તેમણે એમ પણ કહ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે શુક્રવારની ચર્ચા બંને પક્ષો માટે સારી નથી રહી. યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું કે ટ્રમ્પે સમજવાની જરૂર છે કે યુક્રેન એક જ ક્ષણમાં રશિયા પ્રત્યેનો પોતાનો અભિગમ ના બદલી શકે.
તે જ સમયે, યુ. એસ. અને યુક્રેન વચ્ચેના સંબંધો આ ચર્ચાની નજીક તેમના સૌથી નીચા સ્તરે પહોંચી ગયા છે. અમેરિકાના એક અધિકારીએ રોયટર્સને જણાવ્યું હતું કે યુક્રેનના નેતાને દેશ છોડવાનું કહેવામાં આવ્યું હતું. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના યુક્રેનિયન સમકક્ષ વોલોદિમીર ઝેલેન્સ્કી વચ્ચે વ્હાઇટ હાઉસની ઓવલ ઓફિસમાં મુલાકાત બાદ ઉગ્ર બોલાચાલી થઈ હતી. ટ્રમ્પે ઝેલેન્સ્કીને આકરા અને કડક સૂરમાં કહ્યું, "ક્યાં તો તમે ડીલ કરો અથવા અમે બહાર થઈ જઈશું.





