Trump Tariff on India: 'ટેરિફ મેન' બની ચૂકેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કમાણીની કોઈ તક છોડવા માંગતા નથી. અમેરિકાની સર્વોચ્ચ અદાલતે રેસિપ્રોકલ ટેરિફ (Reciprocal Tariff) ને રદ કર્યું, તો ટ્રમ્પે 10% નો અસ્થાઈ ટેરિફ લગાવી દીધો. 24 જુલાઈના રોજ તેની મુદત પૂરી થવાની હતી, તે પહેલાં જ ટ્રમ્પે ટ્રેડ એક્ટના સેક્શન 301 હેઠળ 60 દેશો પર 10% થી 12.5% સુધીના નવા ટેરિફને લાગુ કરવાની જાહેરાત કરી દીધી.
ચીન-ઈઝરાયેલ પર 12.5%, ભારત પર 10% ની મહેરબાની કેમ?
અમેરિકાએ ભારત સમેત 60 દેશો પર ડબલ ડિજિટમાં ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. અમેરિકાએ પોતાના આદેશમાં કહ્યું છે કે, ચીન, જાપાન, સાઉથ કોરિયા, યુરોપીયન યુનિયન જેવા દેશો જ્યાં ફોર્સ્ડ લેબર (જબરદસ્તી કરાવવામાં આવતી મજૂરી) થી બનેલા પ્રોડક્ટ્સના ઈમ્પોર્ટને રોકવા માટે કોઈ કાયદો નથી, તેમના પર 12.5 ટકાનો ટેરિફ લગાવવામાં આવશે. અમેરિકાએ પોતાના નજીકના દોસ્ત ઈઝરાયેલને પણ ન છોડ્યું. તેના પર પણ 12.5 ટકાનો ટેરિફ ફટકારી દીધો. આ દેશો જબરદસ્તી કરાવવામાં આવતી મજૂરીથી બનેલો સસ્તો સામાન ઈમ્પોર્ટ કરે છે, જ્યારે અમેરિકી કંપનીઓ વધુ મજૂરી આપીને ઉત્પાદન કરે છે. એટલા માટે જે દેશો પાસે ફોર્સ્ડ લેબરને રોકવાનો કાયદો નથી, તેમના પર 12.5 ટકાનો ટેરિફ લગાવવામાં આવ્યો છે.
ભારત પર 10 ટકા ટેરિફનું કારણ શું છે?
વ્હાઈટ હાઉસે ભારતને એ 17 દેશો સાથે રાખ્યું છે, જેના પર 10 ટકાનો ટેરિફ લગાવવામાં આવ્યો છે. ભારત સિવાય આ લિસ્ટમાં કેનેડા, ઈન્ડોનેશિયા, શ્રીલંકા, બાંગ્લાદેશ, મેક્સિકો, પાકિસ્તાન જેવા દેશો સામેલ છે. અમેરિકાએ ટ્રેડ એક્ટ-1974 ની કલમ 301 હેઠળ આ દેશો પર 10 ટકાનો ટેરિફ લગાવ્યો છે. અમેરિકાનું કહેવું છે કે આ દેશોએ જબરદસ્તી કરાવવામાં આવતા શ્રમથી બનેલા સામાન પર પ્રતિબંધ લગાવ્યો છે અથવા લગાવવાનો પ્રયાસ કર્યો છે. જેના કારણે તેમના પર 12.5 ટકાના બદલે 10 ટકાનો ટેરિફ લગાવવામાં આવ્યો છે.
ભારતને 2.5 ટકા ટેરિફની રાહત કેમ મળી છે?
ભારતને 10 ટકા વાળા ટેરિફના દાયરામાં રાખવા પાછળનું સૌથી મોટું કારણ ભારત સરકાર દ્વારા વિતેલા કેટલાક સમયથી ફોર્સ્ડ લેબરને રોકવા અને સપ્લાય ચેઈન પર દેખરેખ વધારવામાં આવી છે તે છે. સરકારે જબરદસ્તી કરાવવામાં આવતો શ્રમ રોકવા માટે ઘણા નીતિગત સુધારા કર્યા છે. ભારતે વિદેશી વ્યાપાર નીતિમાં સુધારો પણ કર્યો છે. અમેરિકાએ સ્વીકાર્યું છે કે ભારત તરફથી મજૂરોના અધિકારો પર દેખરેખ વધી છે, જેના કારણે તેને ટેરિફમાં 2.5 ટકાની રાહત મળી.
જબરદસ્તી મજૂરી ભારતમાં, તો અમેરિકા કેમ લગાવી રહ્યું છે ટેરિફ?
મનમાં એ સવાલ જરૂર હશે કે જબરદસ્તી કરાવવામાં આવતી મજૂરીની સમસ્યા કોઈ બીજા દેશની છે, તો અમેરિકા તેના પર ટેરિફ કેમ લગાવી રહ્યું છે? તેના માટે પહેલા ફોર્સ્ડ લેબરને સમજવું જરૂરી છે. જો કોઈ વ્યક્તિ પાસે તેની મરજી વગર, કોઈ દબાણમાં, તેને ધમકાવીને, અથવા દેવું, હિંસા કે પછી દસ્તાવેજ જપ્ત કરીને તેની પાસે મજૂરી કરાવવામાં આવે છે, તો તે ફોર્સ્ડ લેબર છે. અમેરિકાના ટ્રેડ એક્ટ-1974 ના સેક્શન 301 હેઠળ તેને અધિકાર મળે છે કે તે એ દેશો પર ટેરિફ, વ્યાપારી પાબંધી જેવી કાર્યવાહી કરી શકે છે, જેમના આયાત સાથે ફોર્સ્ડ લેબર જોડાયેલું છે.





