Home International Canada Punjabi Woman Savreet Kaur Rental Fraud Arrest

કેનેડામાં પંજાબી યુવતી રેન્ટલ કૌભાંડમાં ઝડપાઈ : સોશિયલ મીડિયા પર ખોટી ભાડાની જાહેરાતો આપી 17 લોકોને ઠગવાનો આરોપ

Savreet Kaur arrested in Canada over an alleged rental fraud scam
Image Credit: Pinterest
Published by: Vaishnavi Pathak
Last Updated: Jul 24, 2026, 09:12 AM IST

કેનેડામાં પંજાબી યુવતી રેન્ટલ કૌભાંડમાં ઝડપાઈ

કેનેડાના ઓન્ટારિયો પ્રાંતના બ્રેમ્પ્ટનમાં રહેતી 27 વર્ષીય પંજાબી મૂળની સવરીત કૌરની રેન્ટલ ફ્રોડ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ સોશિયલ મીડિયા પર ભાડે મકાન આપવાની ખોટી જાહેરાતો મૂકીને 17 લોકો સાથે છેતરપિંડી કરી હતી. આ કૌભાંડમાં પીડિતોને $60,000થી વધુનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.

સોશિયલ મીડિયા પર આપતી હતી ખોટી જાહેરાતો

તપાસ મુજબ, May 2025થી February 2026 દરમિયાન આરોપીએ બેસમેન્ટ એપાર્ટમેન્ટ સહિતના મકાનો ભાડે આપવાની જાહેરાતો સોશિયલ મીડિયા પર મૂકી હતી. રસ ધરાવતા લોકોએ ભાડા માટે અરજી કર્યા બાદ તેમની પાસેથી પ્રથમ અને છેલ્લાં મહિનાનું ભાડું એડવાન્સ તરીકે લેવામાં આવતું હતું.

મકાન પર પહોંચતા સામે આવતી હતી હકીકત

પીડિતો જ્યારે પોતાનો સામાન લઈને મકાન પર પહોંચતા ત્યારે તેમને ખબર પડતી કે તે મકાન ભાડે ઉપલબ્ધ જ નથી. ઘણા લોકો અગાઉનું ઘર છોડીને આવ્યા હોવાથી તેઓને રહેવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કોઈ પણ પીડિતને પૈસા પરત મળ્યા નહોતા.

આ પણ વાંચો : ટ્રમ્પની નવી શરત : સાઉદી અરેબિયા સાથેની નાગરિક પરમાણુ ડીલ ત્યારે જ અમલમાં આવશે, જ્યારે તે ઇઝરાયલ સાથે સંબંધ સામાન્ય કરશે

40 જેટલા આરોપો હેઠળ કાર્યવાહી

પોલીસે 13 Julyના રોજ સવરીત કૌરની ધરપકડ કરી હતી. તેની સામે 38 Fraud Over $5,000 અને 1 Obstruct Police સહિત કુલ 39 આરોપો નોંધવામાં આવ્યા છે. ત્યારબાદ તેને જામીનની સુનાવણી માટે કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી.

પોલીસે લોકોને સાવચેત રહેવા અપીલ કરી

પોલીસે લોકોને સોશિયલ મીડિયા પર મકાન ભાડે લેતી વખતે સાવચેત રહેવા અને કોઈપણ ચુકવણી કરતા પહેલાં મિલકત તથા માલિકની સંપૂર્ણ ચકાસણી કરવાની સલાહ આપી છે. સાથે જ આ કેસ અંગે વધુ માહિતી ધરાવતા લોકોને તપાસમાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now