Home International Trump Threat Iran 20 Times Stronger Attack War Updates Iran Missile Launchers Destroyed Trump 5000 Targets

ટ્રમ્પની અત્યાર સુધીની સૌથી ભયાનક ધમકી : "ઈરાન પર 20 ગણી તાકાતથી કરીશું હુમલો, અસ્તિત્વ મીટાવી દઈશું!", ઈરાનના 5000 ઠેકાણાઓ રાખમાં ફેરવાયા!

ટ્રમ્પની અત્યાર સુધીની સૌથી ભયાનક ધમકી
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 10, 2026, 06:06 AM IST

USA Israel Iran War: અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ જંગે હવે અત્યંત વિનાશક વળાંક લીધો છે. યુદ્ધના 11મા દિવસે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને અત્યાર સુધીની સૌથી મોટી અને ખૂંખાર ધમકી આપી છે. ફ્લોરિડામાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો ઈરાને વિશ્વના તેલ સપ્લાયમાં અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કર્યો, તો અમેરિકા તેની પર 20 ગણી વધુ તાકાત સાથે ત્રાટકશે. આ નિવેદને વૈશ્વિક સ્તરે ખળભળાટ મચાવી દીધો છે, કારણ કે ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી દુશ્મનનો સંપૂર્ણ સફાયો નહીં થાય ત્યાં સુધી આ સૈન્ય કાર્યવાહી રોકાશે નહીં.

પશ્ચિમ એશિયાના આ યુદ્ધમાં અત્યાર સુધીમાં અમેરિકા અને ઈઝરાયેલની સંયુક્ત કાર્યવાહીમાં ઈરાનના 5,000 થી વધુ લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા છે. ટ્રમ્પના દાવા મુજબ, ઈરાનની સૈન્ય શક્તિને મોટાપાયે તોડી પાડવામાં આવી છે, છતાં હજુ પણ મિલિટરી ઓપરેશન ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે. ખાસ કરીને 'હોર્મુઝ સ્ટ્રેટ' જેવો વ્યૂહાત્મક માર્ગ જો ઈરાન બંધ કરશે, તો અમેરિકા ઈરાનના પાવર પ્લાન્ટ્સ અને વીજળી મથકોને નેસ્તનાબૂદ કરી દેશે, જેનાથી ઈરાન વર્ષો પાછળ ધકેલાઈ જશે.

ઈરાનની વીજળી ગુલ કરવાની ટ્રમ્પની ગર્જના

રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાનને આર્થિક અને માળખાગત રીતે તોડી પાડવાની રણનીતિ જાહેર કરી છે. તેમણે કહ્યું કે જો ઈરાન તેલના પુરવઠામાં દખલ કરશે, તો અમેરિકા તેના વીજળી ઉત્પાદન કરતા મુખ્ય મથકો પર હુમલો કરશે. ટ્રમ્પના મતે, આ હુમલા એટલા પ્રચંડ હશે કે ઈરાનને તેને ફરીથી ઉભા કરવામાં વર્ષો લાગી જશે. જોકે, તેમણે એમ પણ ઉમેર્યું કે અમેરિકા સીધું જ આવું પગલું નહીં ભરે, પરંતુ જો મજબૂરી ઊભી થશે તો પાછા પાની પણ નહીં કરે.

5,000 ઠેકાણાઓ પર હુમલો અને 80% મિસાઈલ લોન્ચર નષ્ટ

યુદ્ધના આંકડા રજૂ કરતા ટ્રમ્પે દાવો કર્યો છે કે, અમેરિકી સેનાએ ઈરાનની મિસાઈલ ક્ષમતાને લગભગ ખતમ કરી દીધી છે.

  • મિસાઈલ લોન્ચર: ઈરાનના 80% મિસાઈલ લોન્ચર અને ઠેકાણાઓ નષ્ટ કરી દેવાયા છે.

  • ડ્રોન ક્ષમતા: ઈરાનના ડ્રોન મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ પર હુમલો કરી તેની હવામાં હુમલો કરવાની તાકાત અડધી કરી દેવાઈ છે.

  • નૌકાદળને ફટકો: ટ્રમ્પના મતે ઈરાનના 46 જહાજો દરિયામાં ડૂબાડી દેવામાં આવ્યા છે.

મુજતબા ખામેનીની વરણીને ગણાવી 'મોટી ભૂલ'

ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામેનીના મૃત્યુ બાદ તેમના પુત્ર મુજતબા ખામેનીને નવા સુપ્રીમ લીડર જાહેર કરાયા છે. ટ્રમ્પે આ નિર્ણયને ઈરાનની 'ઐતિહાસિક ભૂલ' ગણાવી છે. તેમણે ઈરાનમાં નવા અને શાંતિપ્રિય નેતૃત્વની ઈચ્છા વ્યક્ત કરી છે, જે વિશ્વ માટે ખતરો ન બને. સાથે જ ઈરાનના તેલ ક્ષેત્રો પર કબજો કરવાના વિકલ્પને પણ તેમણે ખુલ્લો રાખ્યો છે.

ઈરાનનો વળતો પ્રહાર: 'યુદ્ધ ક્યારે રોકવું તે અમે નક્કી કરીશું'

ટ્રમ્પની ધમકીઓ સામે ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ આક્રમક વલણ અપનાવ્યું છે. IRGC પ્રવક્તા અલી મોહમ્મદ નાએનીએ કહ્યું કે, "યુદ્ધ ક્યારે સમાપ્ત થશે તેનો નિર્ણય અમેરિકા નહીં પણ ઈરાન લેશે." ઈરાને ટ્રમ્પના તમામ દાવાઓને પોકળ ગણાવ્યા છે અને દાવો કર્યો છે કે અમેરિકાનો દારૂગોળો ખૂટી રહ્યો છે એટલે તે મેદાન છોડવાના બહાના શોધી રહ્યું છે. ઈરાને ચેતવણી આપી છે કે જ્યાં સુધી હુમલા બંધ નહીં થાય ત્યાં સુધી ફારસની ખાડીમાંથી તેલનું એક ટીપું પણ બહાર જવા દેવામાં આવશે નહીં.

તેલ અને ગેસના ભાવ પર શું થશે અસર?

ટ્રમ્પે આશા વ્યક્ત કરી છે કે યુદ્ધના અંત સાથે જ આંતરરાષ્ટ્રીય બજારમાં તેલ અને ગેસના ભાવમાં મોટો ઘટાડો થશે, જેનાથી સામાન્ય લોકોને રાહત મળશે. હાલમાં અમેરિકાએ તેલના પ્રતિબંધોમાં કેટલીક છૂટછાટ આપી છે જેથી વૈશ્વિક બજારમાં કિંમતો સ્થિર રહી શકે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now