Home International Trump Praises Kin Jing Shi Jinping Vladmir Putin

ટ્રમ્પની તબિયતની સારી છેને? : કિમ જોંગ, શી જિનપિંગ, પુતિનના કરી રહ્યાં છે વખાણ

ટ્રમ્પની તબિયતની સારી છેને?
Published by: OBS Bureau
Last Updated: Jan 24, 2025, 03:49 PM IST

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તામાં આવતાનીસાથે જ પોતાના રાજકીય ઈરાદા એકદમ સ્પષ્ટ કર્યા છે. તેમણે રશિયા અને ઉત્તર કોરિયા સાથે અમેરિકાના સંબંધો પર ખુલીને ચર્ચા કરી છે . આ ઉપરાંત, આ વિવિધ દેશો માટે સકારાત્મક સંદેશાઓ પણ જારી કર્યા હતા જે સમગ્ર દુનિયા માટે ચોંકાવનારા હતા. રાષ્ટ્રપતિ બન્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પે એક ઈન્ટરવ્યૂમાં કિમ જોંગ અંગે વાત કરી. તેમણે કહ્યું કે કિમ સ્માર્ટ છે અને તેઓઉત્તર કોરિયાની મુલાકાત લેવા માટે સહમત થયા.


કિમ કટ્ટરવાદી ધાર્મિક નેતા નથી- ટ્રમ્પ
ઈન્ટરવ્યૂ દરમિયાન જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઉત્તર કોરિયાના કિમ જોંગ સાથે તેમના સંબંધો અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે તેમને સ્માર્ટ મેન ગણાવ્યો અને કહ્યું કે તેઓ કિમ જોંગનો સંપર્ક કરશે.

ચીન સાથેના સંબંધો પર ટ્રમ્પનું વલણ
ટ્રમ્પે રાષ્ટ્રપતિ શી જિનપિંગને પસંદ કરું છું. અમારી વચ્ચે હંમેશા ખૂબ સારા સંબંધ રહ્યા છે. તેમણે કહ્યું કે વુહાનથી કોવિડ-19ના આગમન બાદ અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધો ખૂબ જ તંગ હતા... પરંતુ આ સિવાય અમારા સંબંધ સારા જ રહ્યાં છે. અને સારા રાખવા માટે તેઓ આતૂર છે.

પુતિન એક બુદ્ધિશાળી નેતા
ટ્રમ્પે પોતાના નિવેદનમાં વ્લાદમિર પુતિનને બુદ્ધિશાળી નેતા ગણાવ્યા. સાથે જ જણાવ્યું કે તેઓ ટૂંક સમયમાં પુતિન સાથે વાત કરવાની ઈચ્છા રાખે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
દીપડા પણ જેનાથી ડરે છે! જાણો આ અનોખા પ્રાણી વિશે
અમેરિકા એકલું પડ્યું!
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
Play Video
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક