America Attack On Iran: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અંકારામાં આયોજિત નાટો (NATO) સમિટમાં એક મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે અમેરિકા આજ રાત્રે કદાચ ઈરાન પર ફરીથી હુમલો કરશે. ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે IRGCએ અમેરિકાની 85 મિલિટરી સાઇટ્સ (સૈન્ય ઠેકાણાઓ) પર હુમલો કર્યો હોવાનો દાવો કર્યો છે.
પાણીની અંદર આગ? : દુનિયાનો આ રહસ્યમય ધોધ જેની પાછળ સદીઓથી કુદરતી રીતે સળગી રહી છે જ્યોત!
પશ્ચિમ એશિયાનો સંઘર્ષ ફરી એકવાર ચરમસીમાએ પહોંચે તેવી શક્યતા સેવાઈ રહી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકા આજ રાત્રે કદાચ ઈરાન પર ફરીથી હુમલો કરશે. તેમણે આ વાત વચગાળાના કરારને સમાપ્ત જાહેર કરવાના અને ઈરાનીઓને 'ઘટીયા અને સનકી' કહ્યાના ગણતરીના કલાકો બાદ જ કહી હતી.
ટ્રમ્પે અંકારામાં આયોજિત નાટો સમિટમાં બોલતા કહ્યું, "અમે કદાચ આજ રાત્રે તેમના પર ફરીથી હુમલો કરીશું." જોકે, અમેરિકી હુમલાના ટાર્ગેટ શું હશે અને તે કેટલા મોટા પાયે થશે, તેની કોઈ માહિતી આપવામાં આવી નથી. ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ બહેરીન અને કુવૈતમાં અમેરિકાના 85 સૈન્ય ઠેકાણાઓ પર હુમલો કર્યો હોવાનો દાવો કર્યો છે.
બીજી તરફ, અમેરિકાએ પણ ઈરાનના 80થી વધુ સૈન્ય ઠેકાણાઓ પર હુમલો કર્યો છે.





