રિયલ એસ્ટેટ કંપની સ્માર્ટવર્લ્ડ ડેવલપર્સ અને ટ્રિબેકા ડેવલપર્સ ગુરુગ્રામમાં લગભગ રૂ. 2,200 કરોડના કુલ રોકાણ સાથે ટ્રમ્પ બ્રાન્ડ હેઠળ અલ્ટ્રા-લક્ઝરી રેસિડેન્શિયલ પ્રોજેક્ટ વિકસાવશે. M3M ગ્રુપની કંપની સ્માર્ટવર્લ્ડ ડેવલપર્સ અને ટ્રિબેકાએ ગુરુગ્રામના સેક્ટર 69માં ટ્રમ્પ રેસિડેન્સ પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે.
ગુરુગ્રામમાં ટ્રમ્પની કંપની સ્માર્ટવર્લ્ડ ડેવલપર્સના પ્રોજેક્ટનો કુલ વેચાણયોગ્ય વિસ્તાર 12 લાખ ચોરસ ફૂટ છે, જેમાં કુલ 288 ફ્લેટ છે. ડોનાલ્ડ ટ્રમ્પે આ વર્ષે જાન્યુઆરીમાં યુએસ પ્રેસિડેન્ટ તરીકે શપથ લીધા બાદ ભારત યુએસની બહાર ટ્રમ્પ બ્રાન્ડ માટે સૌથી મોટું માર્કેટ બની ગયું છે, જેના પગલે ભારતમાં બીજા ટ્રમ્પ બ્રાન્ડ પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી છે.
કરોડોનો પ્રોજેક્ટ
ભારતમાં ટ્રમ્પ બ્રાન્ડના સત્તાવાર પ્રતિનિધિ મુંબઈ સ્થિત ટ્રિબેકા ડેવલપર્સે જણાવ્યું હતું કે આ સોદાઓ છથી આઠ મહિના પહેલા સાઈન કરવામાં આવ્યા હતા. સ્માર્ટવર્લ્ડ ડેવલપર્સના કો-ફાઉન્ડર પંકજ બંસલે પત્રકારોને જણાવ્યું હતું કે, અમે ગુરુગ્રામમાં ટ્રમ્પ રેસિડેન્સ પ્રોજેક્ટ શરૂ કરી રહ્યા છીએ. તેની કુલ કિંમત લગભગ 2,200 કરોડ રૂપિયા હશે.
તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટ પાંચ વર્ષમાં પૂર્ણ થશે. આ પ્રોજેક્ટની વેચાણ ક્ષમતા અંદાજે રૂ. 3,500 કરોડ છે. સ્માર્ટવર્લ્ડ ડેવલપર્સ રેસિડેન્શિયલ પ્રોજેક્ટનું નિર્માણ કરશે, જ્યારે ભારતમાં ટ્રમ્પ બ્રાન્ડના સત્તાવાર પ્રતિનિધિ ટ્રિબેકા ડેવલપર્સ ડિઝાઇન, માર્કેટિંગ, વેચાણ અને PMC (પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી)નું સંચાલન કરશે.
ગુરુગ્રામમાં ટ્રમ્પ બ્રાન્ડનો આ બીજો રેસિડેન્શિયલ પ્રોજેક્ટ છે અને ભારતમાં છઠ્ઠો પ્રોજેક્ટ છે. M3M ગ્રુપ, જે ગુરુગ્રામમાં પ્રથમ ટ્રમ્પ પ્રોજેક્ટ વિકસાવી રહ્યું છે, તે આ મહિનાથી કબજો આપવાનું શરૂ કરશે. બંસલે કહ્યું કે કંપની આ પ્રોજેક્ટ 27,000 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટના દરે ઓફર કરી રહી છે. એક એપાર્ટમેન્ટની કિંમત 8 કરોડથી 12 કરોડ રૂપિયા સુધીની છે.
આજે 6 જુલાઈ: વિશ્વ ઝૂનોસીસ દિવસ, જાણો આજના દિવસની મહત્વપૂર્ણ ઘટના






