Home Gujarat Triple Accident Near Rewas Idar

ઈડરના રેવાસ નજીક ત્રિપલ અકસ્માત : ઈકો-રીક્ષા-બુલેટ ધડાકાભેર અથડાયાં, 4ના મોત, 2ને ઈજા

ઈડરના રેવાસ નજીક ત્રિપલ અકસ્માત
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 16, 2025, 10:04 AM IST

Sabarkantha Accident News : સાબરકાંઠામાં ઈડર તાલુકાના રેવાસ ગામ નજીક ગત રાત્રીએ એક ગંભીર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં ચાર યુવાનોએ જીવ ગુમાવ્યો હતો અને બે વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. રેવાસ પાસે આવેલી સમાજવાડી નજીક ઇકો કાર, રિક્ષા અને બુલેટ મોટરસાયકલ વચ્ચે ભયંકર ટક્કર થતાં અકસ્માત થયો હતો.

અકસ્માતમાં 4ના મોત

આ અકસ્માતમાં ત્રણ યુવાનોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવાનનું સારવાર દરમિયાન મોત થયું હતું. ઈડરના ભોઈ વાડા વિસ્તારના રિક્ષા ચાલક સહિત કુલ ચાર યુવાનોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત બાદ ઇકો કારનો ચાલક વાહન મૂકીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. જ્યારે બુલેટ મોટરસાયકલ પર સવાર બે વ્યક્તિઓને ગંભીર ઈજા થતાં તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

ઈજાગ્રસ્તોને હોસ્પિલ ખસેડાયા

અકસ્માત બાદ સ્થાનિક લોકોની મદદથી તમામ મૃતકો અને ઈજાગ્રસ્તોને ઈડર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં જઈને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ગત રાત્રીએ બનેલા આ કરૂણ અકસ્માતથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.


મૃતકોના નામ

સચિન બાબુભાઈ ભોઈ

અનિલ રમેશભાઈ ભોઈ

શૈલેષ નારણભાઈ ભોઈ

રાજેશ ચંદુભાઈ ભોઈ

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now