ટોયોટા મોટર ભારતમાં તેની પહેલી ઇલેક્ટ્રિક કાર અર્બન ક્રુઝર BEV લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. કંપનીએ તાજેતરમાં ઇન્ડિયા મોબિલિટી ગ્લોબલ એક્સ્પોમાં આ SUVનું પ્રદર્શન કર્યું હતું. આ કારનું ઉત્પાદન ગુજરાત સ્થિત પ્લાન્ટમાં થશે અને તે મારુતિ સુઝુકી e-Vitara સાથે પ્લેટફોર્મ શેર કરશે. કંપની આ કારને 2025ના બીજા ભાગમાં લોન્ચ કરવાની યોજના ધરાવે છે, જોકે અહેવાલો અનુસાર લોન્ચિંગ 2025ના અંતમાં અથવા 2026ની શરૂઆતમાં થઈ શકે છે.
બેટરી અને પાવર વિકલ્પો
SUVમાં બે બેટરી પેક મળશે:
49 kWh પેક – 144 HP પાવર, ફક્ત ફ્રન્ટ-વ્હીલ ડ્રાઇવ વિકલ્પ.
61 kWh પેક – ફ્રન્ટ-વ્હીલ તથા ઓલ-વ્હીલ ડ્રાઇવ બંને વિકલ્પો.
ઓલ-વ્હીલ ડ્રાઇવ વર્ઝનમાં પાવર 184 HP સુધી પહોંચશે.
કંપનીનો દાવો છે કે SUV એક જ ચાર્જમાં 500 કિમીથી વધુ રેન્જ આપશે.
સાથે જ DC ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ ઉપલબ્ધ રહેશે.
લેટેસ્ટ ડિઝાઈનનું ઈન્ટિરિયર
મોટી ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ – વાયરલેસ Android Auto અને Apple CarPlay સપોર્ટ સાથે.
ફુલ્લી ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર.
ફ્રન્ટ વેન્ટિલેટેડ સીટ્સ અને ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ.
ડ્રાઇવ મોડ્સ અને ફ્લેટ-બોટમ સ્ટિયરિંગ વ્હીલ – સ્પોર્ટી લુક માટે.
સેફ્ટી માટે 6 એરબેગ્સ સ્ટાન્ડર્ડ.
ઇલેક્ટ્રિક પ્લેટફોર્મને કારણે મુસાફરો અને સામાન માટે વધારે જગ્યા ઉપલબ્ધ રહેશે.
કિંમત અને કારની સ્પર્ધા
અર્બન ક્રુઝર BEV ટોયોટાની ભારતમાં પહેલી EV હશે. મારુતિ e-Vitara સાથે પ્લેટફોર્મ શેર થવાને કારણે તેની કિંમત પણ સ્પર્ધાત્મક અને પોસાય તેવી રહેવાની અપેક્ષા છે. લાંબા અંતરની ઇલેક્ટ્રિક SUV શોધી રહેલા ગ્રાહકો માટે આ કાર એક મજબૂત વિકલ્પ સાબિત થઈ શકે છે.




















