Home Automobile Toyota Land Cruiser Fj Compact Suv India Launch

TOYOTAની નવી 'મિની ફોર્ચ્યુનર' વૈશ્વિક સ્તરે લોન્ચ : લેન્ડ ક્રૂઝર FJ ક્યારે આવી શકે છે ભારતમાં?

TOYOTAની નવી 'મિની ફોર્ચ્યુનર' વૈશ્વિક સ્તરે લોન્ચ
Published by: OBS Bureau
Last Updated: Dec 22, 2025, 02:45 PM IST

ટોયોટા મોટર્સે તાજેતરમાં તેની નવી લેન્ડ ક્રૂઝર FJ 4X4 ને ગ્લોબલી રજૂ કરી છે, જે લેન્ડ ક્રૂઝર સીરીઝનું અત્યાર સુધીનું સૌથી કોમ્પેક્ટ વર્ઝન છે. આ શક્તિશાળી એસયુવી તેની મજબૂતીને કારણે ઓટો સેક્ટરમાં 'મિની ફોર્ચ્યુનર' તરીકે ઓળખાઈ રહી છે. મીડિયા અહેવાલો મુજબ, લેન્ડ ક્રૂઝર FJ 4x4 ભારતીય બજારમાં 2028માં લોન્ચ થઈ શકે છે. આ નવી એસયુવી આધુનિક ફીચર્સ અને ક્લાસિક ઓફ-રોડિંગ ક્ષમતાઓનું મિશ્રણ છે.

દમદાર એન્જિન અને પર્ફોર્મન્સ

આ ગાડીની ડિઝાઈન ક્લાસિક FJ40થી પ્રેરિત છે, જેમાં બોક્સી લુક અને આકર્ષક સ્ટેન્સ જોવા મળે છે. ટોયોટા લેન્ડ ક્રૂઝર FJમાં 2.7 લીટર પેટ્રોલ એન્જિન (2TR-FE) આપવામાં આવ્યું છે, જે 163 બીએચપીની પાવર અને 246 એનએમ ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 6 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ અને પાર્ટ-ટાઇમ 4WD સિસ્ટમ સાથે જોડાયેલું છે. તેનું વ્હીલબેઝ 2,580 મીમી છે, જે લેન્ડ ક્રૂઝર 250 સીરીઝ કરતા નાનું હોવાને કારણે તેનો ટર્નિંગ રેડિયસ માત્ર 5.5 મીટર રહે છે, જેથી તેને વળાંક પર સરળતાથી વાળી શકાય છે.

ઓફ-રોડિંગ માટે ખાસ તૈયારી

ટોયોટાના જણાવ્યા અનુસાર, નવી FJમાં શ્રેષ્ઠ ગ્રાઉન્ડ ક્લીયરન્સ અને વ્હીલ આર્ટિક્યુલેશન આપવામાં આવ્યું છે, જે તેને અસલી લેન્ડ ક્રૂઝરની જેમ જ મુશ્કેલ રસ્તાઓ પર ચાલવા માટે સક્ષમ બનાવે છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં કંપની તેમાં હાઇબ્રિડ પાવરટ્રેનનો વિકલ્પ પણ આપી શકે છે, જે વધુ સારી માઇલેજ અને ઇકો ફ્રેન્ડલી ડ્રાઇવિંગ એક્સપિરિયન્સ પૂરો પાડશે.

ડિઝાઇન અને સેફ્ટી ફીચર્સ

લેન્ડ ક્રૂઝર FJ ની ડિઝાઇન ડ્રાઇવરની સુવિધા અને કંટ્રોલને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. તેનું હોરિઝોન્ટલ ઇન્સ્ટ્રુમેન્ટ પેનલ ડ્રાઇવરને વાહનનું સંતુલન સમજવામાં મદદ કરે છે. તેની લો બેલ્ટલાઇન મુશ્કેલ રસ્તાઓ પર પણ ડ્રાઇવરને વધુ સારી વિઝિબિલિટી આપે છે. સુરક્ષાની વાત કરીએ તો, આ એસયુવીમાં ટોયોટા સેફ્ટી સેન્સ સિસ્ટમ આપવામાં આવી છે. આ સિસ્ટમમાં પ્રી કોલિજન સેફ્ટી, લેન ટ્રેસ આસિસ્ટ અને એડેપ્ટિવ ક્રૂઝ કંટ્રોલ જેવા એડવાન્સ ફીચર્સ સામેલ છે, જે મુસાફરીને અત્યંત સુરક્ષિત બનાવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now