Home International Top Secret Plan Of American Attack Got Leaked Is Trump In Any Danger

ટ્રમ્પનો જીવ ફરી જોખમમાં : લીક થયો અમેરિકા હુમલાનો ટોપ સિક્રેટ પ્લાન

ટ્રમ્પનો જીવ ફરી જોખમમાં
Published by: OBS Bureau
Last Updated: Mar 26, 2025, 04:30 PM IST

અમેરિકી રક્ષા મંત્રી પીટ હેગસેથ પર યમનમાં હુથી વિદ્રોહીઓ વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી અંગેની ગુપ્ત માહિતી લીક કરવાનો આરોપ છે. એક અહેવાલ મુજબ, હેગસેથે સિગ્નલ એપ પર ગ્રૂપ ચેટમાં માર્ચ 15ના હુમલાની સમય અને વ્યૂહાત્મક વિગતો શેર કરી હતી જેમાં વરિષ્ઠ રાષ્ટ્રીય સુરક્ષા અધિકારીઓ અને ધ એટલાન્ટિકના એડિટર-ઇન-ચીફ જેફરી ગોલ્ડબર્ગ પણ સામેલ હતા. આ ઘટસ્ફોટ બાદ અમેરિકન વહીવટીતંત્ર વિવાદોમાં ઘેરાયું છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે અમેરિકામાં ટ્રમ્પનો વિરોધ નોંધપાત્ર રીતે વધી શકે છે.


અહેવાલ મુજબ, હેગસેથે ગ્રુપ ચેટમાં લખ્યું, "હવે સમય (1144 ET): હવામાન અનુકૂળ છે. અમે CENTCOM સાથે પુષ્ટિ કરી છે, અમે મિશન લોન્ચ માટે તૈયાર છીએ." આ પછી તેણે કહ્યું કે 1215 ET પર F-18 ફાઇટર પ્લેન ઉડાન ભરશે, 1345 ET પર પહેલો હુમલો થશે, 1415 ET પર ડ્રોન હુમલા કરવામાં આવશે અને 1536 ET પર ટોમાહૉક મિસાઇલ છોડવામાં આવશે. હેગસેથે ઓપરેશન વિશે પણ કહ્યું, "ઓપીએસઈસી મુજબ અમે સુરક્ષિત છીએ. અમારા યોદ્ધાઓ માટે શુભેચ્છાઓ ."


ટ્રમ્પ વહીવટીતંત્રે બચાવ કર્યો

ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને આ રિપોર્ટ પર સ્પષ્ટતા કરતા કહ્યું કે આ ચેટમાં કોઈ ગોપનીય કે સંવેદનશીલ માહિતી શેર કરવામાં આવી નથી. જોકે, ડેમોક્રેટિક નેતાઓ અને ભૂતપૂર્વ યુએસ અધિકારીઓએ આ દાવાને ફગાવી દીધો છે. તેમનું કહેવું છે કે લશ્કરી કાર્યવાહીની સમયરેખા અને વ્યૂહાત્મક આયોજન અત્યંત ગોપનીય હોય છે અને આવી માહિતી લીક થવી એ સુરક્ષામાં ગંભીર ખામી છે.


રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર માઈક વોલ્ટ્ઝે આ ગ્રુપ ચેટની જવાબદારી લીધી અને કહ્યું કે તેણે સિગ્નલ ગ્રુપ બનાવ્યું છે અને તે આ ભૂલની સંપૂર્ણ જવાબદારી ઉઠાવે છે. જો કે, તેણે આ લીકને નકારી કાઢ્યું અને કહ્યું કે તેમાં કોઈ સ્થાન, સ્ત્રોત અથવા ગુપ્તચર વ્યૂહરચના શેર કરવામાં આવી નથી. વોલ્ટ્ઝે સ્પષ્ટતા કરી હતી કે અમેરિકાના વિદેશી ભાગીદારોને અગાઉથી જાણ કરવામાં આવી હતી કે આ હુમલાઓ થવાના છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક
આજે 31 માર્ચ
‘હોર્મુઝ સ્ટ્રેટ ખોલો, નહીં તો...’,