Home Sports Top 5 Players With Highest Individual Score In Test Cricket Wiaan Mulder Misses Out On Breaking Brian Lara World Record

ટેસ્ટમાં ઐતિહાસિક ઇનિંગ્સ રમનારા TOP 5 બેટર : આ યાદીમાં આફ્રિકાના સ્ટાર ઓલરાઉન્ડરની એન્ટ્રી, સ્ટારની ભરમાર છતાં નહીં ટીમ ઈન્ડિયાના એક પણ ખેલાડીનું નામ

ટેસ્ટમાં ઐતિહાસિક ઇનિંગ્સ રમનારા TOP 5 બેટર
Published by: OBS Bureau
Last Updated: Jul 08, 2025, 08:26 AM IST

વિશ્વના 5 ક્રિકેટરો જેમણે ટેસ્ટ ક્રિકેટમાં ઐતિહાસિક ઇનિંગ્સ રમી છે. આવો જાણીએ ઓફ બિટ સ્ટોરીના ખાસ અહેવાલમાં કોણ છે આ 5 ક્રિકેટરો??

બ્રાયન લારા
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી મોટી ઇનિંગ્સ રમવાનો વર્લ્ડ રેકોર્ડ વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ મહાન બેટ્સમેન બ્રાયન લારાના નામે છે. તેમણે 2004માં એન્ટિગુઆમાં ઇંગ્લેન્ડ સામે 582 બોલમાં નોટઆઉટ 400 રન બનાવ્યા હતા. તેમણે આ ઇનિંગ્સ દરિમયાન 43 ફોર અને 4 સિક્કસર ફટકારી હતી. લારાએ 1994માં આ જ મેદાન પર ઇંગ્લેન્ડ સામે 538 બોલમાં 375 રનની ઇનિંગ્સ રમી હતી.

મેથ્યુ હેડન
આ લીસ્ટમાં ઓસ્ટ્રેલિયાના આક્રર્મક બેટીંગ તરીકે ઓળખ ધરાવનાર ભૂતપૂર્વ ઓપનર મેથ્યુ હેડન બીજા સ્થાને છે. તેમણે 2003માં ઝિમ્બાબ્વે સામે 437 બોલમાં 380 રન બનાવ્યા હતા. મેથ્યુ હેડને ઓસ્ટ્રેલિયાના પર્થ સ્ટેડિયમમાં 38 ફોર અને 11 સિક્સર ફટકારી હતી.

મહેલા જયવર્ધના
શ્રીલંકાના ભૂતપૂર્વ કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન મહેલા જયવર્ધનેએ 2006માં દક્ષિણ આફ્રિકા સામે 374 રન વિશાળ ઇનિંગ્સ રમી હતી. જેમાં તેમણે શ્રીલંકાના કોલંબોના મેદાન પર 572 બોલની સામનો કર્યો હતો. આ ઇનિંગ દરિમયાન તેમને 43 ફોર અને 1 સિક્સ ફટકારી હતી.

વિઆન મુલ્ડર
દક્ષિણ આફ્રિકાના વિઆન મુલ્ડર આ યાદીમાં ચોથા સ્થાને છે. તેમણે ઝિમ્બાબ્વે સામેની બીજી ટેસ્ટમાં શાનદાર બેટિંગ
દક્ષિણ આફ્રિકાના સ્ટેન્ડ બાય કપ્તાન અને સ્ટાર ઓલરાઉન્ડર વિયાન મુલ્ડર આ યાદીમાં ચોથા સ્થાને છે. તેમણે ઝિમ્બાબ્વેના બુલાવાયોના ક્વિન્સ સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં 334 બોલમાં નોટાઓઉટ 367 રન ફટકાર્યા હતા. આ ઇનિંગ દરિમયાન તેમણે 49 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. આ ઉપરાંત કેપ્ટન તરીકે ડેબ્યૂ ટેસ્ટમાં ત્રેવડી સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બની ગયો છે.

સર ગેરી સોબર્સ
વેસ્ટ ઈન્ડિઝના મહાન ક્રિકેટર સર ગેરી સોબર્સે 1958માં કિંગ્સ્ટનમાં પાકિસ્તાન સામે નોટાઓઉટ ૩૬૫ રન બનાવ્યા હતા. તેણે ઇનિંગમાં 38 ફોર ફટકારી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now