Home International Today In History December 24 National Consumer Day Neeraj Chopra Birthday Vasco Da Gama

આજે 24 ડિસેમ્બર : ગોલ્ડન બોય નીરજ ચોપરાનો જન્મ દિવસ, ગ્રાહક સુરક્ષા દિવસ

આજે 24 ડિસેમ્બર
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 24, 2025, 04:49 AM IST

વર્ષના અંતિમ દિવસો ચાલી રહ્યા છે ત્યારે 24 ડિસેમ્બરની તારીખ ભારત સહિત વિશ્વભરના ઇતિહાસમાં અનેક મહત્વની સિદ્ધિઓ સાથે જોડાયેલી છે. આજના દિવસે રમતગમતથી લઈને સામાજિક અધિકારો અને વિજ્ઞાન ક્ષેત્રે અનેક યાદગાર ઘટનાઓ બની હતી. ચાલો વિગતવાર જાણીએ આજના દિવસની ઐતિહાસિક તવારીખ.

રમતગમત અને ગ્રાહક સુરક્ષાનો ખાસ દિવસ

આજે ભારત માટે ઓલિમ્પિકમાં જ્વેલિન થ્રોમાં સુવર્ણ પદક જીતનાર સ્ટાર ખેલાડી નીરજ ચોપરાનો જન્મદિવસ છે. રમતગમત ક્ષેત્રે ભારતનું નામ રોશન કરનાર નીરજ આજે લાખો યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત છે. આ ઉપરાંત, ગ્રાહકોના અધિકારો અને ફરજો પ્રત્યે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે 24 ડિસેમ્બરે ‘રાષ્ટ્રીય ગ્રાહક દિવસ’ (National Consumer Day) તરીકે મનાવવામાં આવે છે. આ દિવસની ઉજવણી ભારતમાં 1986 માં શરૂ થઈ હતી.

ભારત માટે આજના દિવસનું મહત્વ

  • ભારત રત્નની જાહેરાત: 2014માં આજના દિવસે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને મહા મના મદન મોહન માલવિયાને દેશનું સર્વોચ્ચ સન્માન ‘ભારત રત્ન’ એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

  • દિલ્હી મેટ્રોની શરૂઆત: 2002માં દિલ્હી મેટ્રો રેલ સેવાના શ્રીગણેશ શાહદરાથી તીસ હજારી લાઇન દ્વારા થયા હતા.

  • વિશ્વનાથન આનંદની સિદ્ધિ: 2000માં ભારતીય ચેસ માસ્ટર વિશ્વનાથન આનંદ વિશ્વ ચેસ ચેમ્પિયનશિપ જીતીને ઇતિહાસના પાને છવાયા હતા.

  • વિશ્વ ભારતી યુનિવર્સિટી: 1921માં રવિન્દ્રનાથ ઠાકુર દ્વારા શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવવા માટે વિશ્વ ભારતી યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી.

વિશ્વ ઇતિહાસની મહત્વની ક્ષણો

ઇતિહાસની અન્ય ઘટનાઓ પર નજર કરીએ તો, 1524 માં પોર્ટુગીઝ સંશોધક વાસ્કો ડી ગામાનું કોચીમાં અવસાન થયું હતું. મનોરંજનની દુનિયામાં 1989 માં મુંબઈ ખાતે દેશના પ્રથમ એમ્યુઝમેન્ટ પાર્ક 'એસેલ વર્લ્ડ' નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. દિલ્હીમાં શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર એવું લોટસ ટેમ્પલ પણ 1986 માં આજના દિવસે શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

આ ઉપરાંત વિજ્ઞાન ક્ષેત્રે, 2007 માં યુરોપિયન સ્પેસ એજન્સીના યાન 'માર્સ' એ મંગળની ભ્રમણકક્ષામાં 4000 પરિક્રમા પૂર્ણ કરી એક મોટી સફળતા હાંસલ કરી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now