Home International Today History January 5 Shah Jahan Mamata Banerjee Birthday

આજે 5 જાન્યુઆરી : છત્રપતિ શિવાજી મહારાજે આપ્યો હતો મુગલ શાસકોને આપ્યો હતો પરાજય

આજે 5 જાન્યુઆરી
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 05, 2026, 04:50 AM IST

આજે 5 જાન્યુઆરી છે. ઇતિહાસના પાનાઓ પર આજનો દિવસ રાજકારણ, બોલીવુડ અને રમતજગતની અનેક મોટી હસ્તીઓ સાથે જોડાયેલો છે. આજના દિવસે જ વર્ષ 1592 માં મુઘલ બાદશાહ શાહજહાંનો જન્મ થયો હતો, જેમણે પ્રેમનું પ્રતીક ગણાતા તાજમહેલનું નિર્માણ કરાવ્યું હતું. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને બોલીવુડ અભિનેત્રી દીપિકા પદુકોણનો પણ આજે જન્મદિવસ છે. રમતજગતમાં ભારતીય ક્રિકેટના પૂર્વ કેપ્ટન મન્સૂર અલી ખાન પટૌડીનો જન્મ પણ આજના દિવસે થયો હતો.

5 જાન્યુઆરીની ઐતિહાસિક અને મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 2020: ન્યૂઝીલેન્ડના બેટ્સમેન લિયો કાર્ટરે એક ઓવરમાં 6 સિક્સ ફટકારીને ઇતિહાસ રચ્યો. તેઓ આવું કરનાર વિશ્વના 7 મા બેટ્સમેન બન્યા. આ જ દિવસે ભારતનું વિદેશી હૂંડિયામણ ભંડોળ 457.468 અબજની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યું હતું.

  • 2014: ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) એ સંચાર ઉપગ્રહ GSAT-14 ને સફળતાપૂર્વક લોન્ચ કર્યો. આ મિશનમાં પ્રથમવાર સ્વદેશી ક્રાયોજેનિક એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

  • 2010: રાજસ્થાનના ડુંગરપુરમાં ‘ગ્રીન રાજસ્થાન અભિયાન’ હેઠળ માત્ર બે દિવસમાં 6 લાખથી વધુ છોડ રોપવાના રેકોર્ડને બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું.

  • 2009: નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યો.

  • 2006: સાઉદી અરેબિયાના મક્કામાં એક હોટલ ધરાશાયી થવાની દુર્ઘટનામાં 76 હજ યાત્રીઓના કરૂણ મોત થયા હતા.

  • 2002: કાઠમંડુમાં સાર્ક સંમેલન દરમિયાન પાકિસ્તાનના રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે મૈત્રીનો હાથ લંબાવ્યો હતો, પરંતુ તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ પાકિસ્તાન પર અવિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

  • 2000: ફૂટબોલના મહાન જાદુગર ગણાતા ‘પેલે’ ને સદીના સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે સન્માનિત કરવામાં આવ્યા.

  • 1970: ચીનના યુનાન પ્રાંતમાં 7.7 ની તીવ્રતાના વિનાશક ભૂકંપમાં અંદાજે 15000 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

  • 1671: મરાઠા સામ્રાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજે મુઘલ શાસકોને હરાવીને સલ્હાર પ્રદેશ પર વિજય મેળવ્યો હતો.

  • 1659: ખાજવાહના યુદ્ધમાં ઔરંગઝેબે પોતાના ભાઈ શાહ શુજાને હરાવી સત્તા પર પકડ મજબૂત કરી હતી.

આજના દિવસે જન્મેલી જાણીતી હસ્તીઓ

આજે પશ્ચિમ બંગાળના ફાયરબ્રાન્ડ નેતા મમતા બેનર્જીનો જન્મદિવસ છે. આ સાથે જ નિશાનેબાજ અંજૂમ મૌદગિલ અને દીપિકા પદુકોણ પણ પોતાનો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યા છે. બીજી તરફ, ભારતીય સંગીત જગતના દિગ્ગજ સી. રામચંદ્ર અને ફિલ્મ નિર્દેશક રમેશ બહેલની આજે પુણ્યતિથિ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now