Home International Today History January 25 National Voters Day Himachal Pradesh Foundation Day News Gujarati

આજે 25 જાન્યુઆરી : દેશમાં આજે ઉજવાઈ રહ્યા છે બે મોટા રાષ્ટ્રીય દિવસો

આજે 25 જાન્યુઆરી
Published by: OBS Bureau
Last Updated: Jan 25, 2026, 02:30 AM IST

ઇતિહાસની તારીખમાં 25 Januaryનો દિવસ ભારત માટે ગૌરવશાળી અને યાદગાર રહ્યો છે. વર્ષ 1950માં ભારતીય ચૂંટણી પંચની સ્થાપનાની યાદમાં આ દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ (National Voters Day) તરીકે ઉજવવામાં આવે છે. આ ઉપરાંત પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે આજના દિવસે રાષ્ટ્રીય પ્રવાસન દિવસ (National Tourism Day)ની પણ ઉજવણી કરવામાં આવે છે. પહાડી રાજ્ય હિમાચલ પ્રદેશ માટે પણ આજનો દિવસ ખાસ છે કારણ કે વર્ષ 1971માં આજના દિવસે જ તેને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળ્યો હતો.

સંગીત અને રાજકારણના ક્ષેત્રે આજના દિવસનું મહત્વ

ભારતીય ફિલ્મોની ખ્યાતનામ પ્લેબેક સિંગર કવિતા કૃષ્ણમૂર્તિ આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. સંગીતની દુનિયામાં તેમનું પ્રદાન અતુલ્ય છે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને ગ્વાલિયરના રાજમાતા વિજયારાજે સિંધિયાની આજે પુણ્યતિથિ છે જેમને રાજકારણમાં આદર્શ નેતા તરીકે યાદ કરવામાં આવે છે.

25 January ની મહત્વપૂર્ણ ઐતિહાસિક ઘટનાઓ

  • 2015: મિસ કોલંબિયા પોલિના વેગા વર્ષ 2014ના મિસ યુનિવર્સનો તાજ પહેર્યો.

  • 2008: ભારત સરકારે 13 મહાનુભાવોને પ્રતિષ્ઠિત પદ્મ વિભૂષણ પુરસ્કાર આપવાની ઘોષણા કરી હતી.

  • 2008: પાકિસ્તાને પરમાણુ શસ્ત્રો લઈ જવા સક્ષમ મધ્યમ અંતરની મિસાઈલ શાહીન-1 (હતફ-IV)નું સફળ પરીક્ષણ કર્યું.

  • 2005: મહારાષ્ટ્રના સતારામાં દેવી મંદિરે યોજાયેલા મેળામાં નાસભાગ થતા 300થી વધુ શ્રદ્ધાળુઓના કરુણ મોત નિપજ્યા હતા.

  • 2004: નાસાનું સ્પેસક્રાફ્ટ ઓપોર્ચ્યુનિટી મંગળ ગ્રહ પર સફળતાપૂર્વક લેન્ડ થયું હતું.

  • 2002: અર્જુન સિંહ ભારતીય વાયુસેનાના સૌપ્રથમ એર માર્શલ બન્યા હતા.

  • 1983: મહાન સમાજ સુધારક આચાર્ય વિનોબા ભાવેને મરણોત્તર ભારત રત્નથી સન્માનિત કરવાની જાહેરાત કરાઈ હતી.

  • 1980: માનવતાની મૂર્તિ સમાન મધર ટેરેસાને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા.

  • 1971: હિમાચલ પ્રદેશ ભારતનું 18મું રાજ્ય બન્યું અને તેને પૂર્ણ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયો.

જન્મ અને પુણ્યતિથિ વિશેષ

  • જન્મ: વર્ષ 1958માં પ્રખ્યાત ગાયિકા કવિતા કૃષ્ણમૂર્તિનો જન્મ થયો હતો. આ સિવાય બંગાળી કવિ માઈકલ મધુસુદન દત્ત અને બ્રિટિશ લેખક વર્જિનિયા વુલ્ફનો પણ આજના દિવસે જન્મ થયો હતો.

  • પુણ્યતિથિ: વર્ષ 2001માં ભાજપના દિગ્ગજ નેતા વિજયારાજે સિંધિયાનું નિધન થયું હતું. આ ઉપરાંત વર્ષ 2019માં જાણીતા લેખિકા ક્રિષ્ના સોબતીએ પણ આજના દિવસે દુનિયાને અલવિદા કહ્યું હતું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now