Home Gujarat Tight Police Security For Pm Modi Program

PM મોદીના કાર્યક્રમને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત : 10 IPS, 20 DySP, 50 PI, 100 PSI, 1500થી વધુ પોલીસ જવાનો રહેશે તૈનાત!

PM મોદીના કાર્યક્રમને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 10, 2026, 12:13 PM IST

PM Modi on Gujarat tour : ગાંધીનગર ખાતે યોજાનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈ જિલ્લા પોલીસ દ્વારા કડક અને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ અંગે ગાંધીનગરના એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ વિગતો આપી હતી.

1500થી વધુ જવાનો તૈનાત

એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીના કાર્યક્રમ દરમિયાન કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ગાંધીનગરમાં વ્યાપક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સુરક્ષા માટે કુલ મળીને આશરે 1500 કોન્સ્ટેબલો તૈનાત કરવામાં આવ્યા છે. ઉપરાંત 100થી વધુ PSI, 50 PI, 20 DySP અને 10 IPS અધિકારીઓ પણ સુરક્ષા વ્યવસ્થામાં જોડાયા છે.

આ રસ્તો રહેશે બંધ

ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રહે તે માટે પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ દરમિયાન ચ રોડ પર આવેલી BSNL ઓફિસથી ઉદ્યોગ ભવન અને ત્યાંથી મહાત્મા મંદિર સુધીનો માર્ગ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. વાહનચાલકોને વૈકલ્પિક માર્ગો અપનાવવા અપીલ કરવામાં આવી છે.

ગાંધીનગર પોલીસ સંપૂર્ણ રીતે સજ્જ

પોલીસ તંત્ર દ્વારા સીસીટીવી દેખરેખ, પેટ્રોલિંગ અને સતત મોનિટરિંગ સાથે સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે. વડાપ્રધાનના કાર્યક્રમને લઈ ગાંધીનગર પોલીસ સંપૂર્ણ રીતે સજ્જ હોવાનું એસપી દ્વારા જણાવવામાં આવ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now