Home International Three Indians Sentenced To Death In Indonesia Delhi High Court Directs Indian Embassy For Help

ઇન્ડોનેશિયામાં ત્રણ ભારતીયોને ફાંસીની સજા, : દિલ્હી હાઇકોર્ટે ભારતીય દૂતાવાસને મદદ માટે આપ્યો આદેશ

ઇન્ડોનેશિયામાં ત્રણ ભારતીયોને ફાંસીની સજા,
Published by: OBS Bureau
Last Updated: May 02, 2025, 06:05 PM IST

દિલ્હી હાઈકોર્ટે ઇન્ડોનેશિયામાં ડ્રગ્સની હેરાફેરી કરવાના આરોપમાં મૃત્યુદંડની સજા પામેલા ત્રણ ભારતીય મૂળના નાગરિકો અંગે એક મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો છે. દિલ્હી હાઈકોર્ટે ઇન્ડોનેશિયામાં ભારતીય કોન્સ્યુલેટને આ ત્રણ ભારતીયોને તાત્કાલિક અને પૂરતી કાનૂની સહાય પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો છે જેથી તેઓ અપીલ પ્રક્રિયાને આગળ ધપાવી શકે.

દિલ્હી હાઈકોર્ટમાં જસ્ટિસ સચિન દત્તાની બેન્ચે ત્રણેય દોષિતોની પત્નીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતી વખતે આ આદેશ આપ્યો. કોર્ટે વિદેશ મંત્રાલયને પણ નિર્દેશ આપ્યો કે તેઓ આ મામલો ઇન્ડોનેશિયા સરકાર સાથે રાજદ્વારી સ્તરે ઉઠાવે જેથી ભારતીય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.

શું છે આખો મામલો?
હકીકતમાં તમિલનાડુના રહેવાસી રાજુ મુથુકુમારન સેલ્વાડુરાઈ દિનાકરણ અને ગોવિંદસામી વિમલકંધનને ગયા વર્ષે જુલાઈ 2024 માં ઇન્ડોનેશિયાના દરિયાકાંઠે લેજેન્ડ એક્વેરિયસ નામના કાર્ગો જહાજ પર 106 કિલો ક્રિસ્ટલ મેથની દાણચોરી કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ તાજેતરમાં ઇન્ડોનેશિયાની તાંજુંગ બલાઈ કરીમુન જિલ્લા અદાલતે તેને મૃત્યુદંડની સજા ફટકારી છે.

દિલ્હી હાઇકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં શું કહ્યું?
દિલ્હી હાઈકોર્ટમાં ત્રણેય દોષિતો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે ત્રણેય દોષિતો મર્યાદિત સંસાધનો ધરાવતા પરિવારોમાંથી આવે છે અને સિંગાપોરમાં એક શિપિંગ કંપનીમાં કામ કરતા હતા. તેઓ પોતપોતાના પરિવારના એકમાત્ર કમાનાર સભ્યો છે. અરજદારોએ એમ પણ કહ્યું હતું કે અપીલ દાખલ કરવાની સમય મર્યાદા ખૂબ જ મર્યાદિત છે અને યોગ્ય કાનૂની પ્રક્રિયાને અનુસરવા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે. જે બાદ દિલ્હી હાઈકોર્ટે એવો પણ આદેશ આપ્યો હતો કે દોષિતો અને ભારતમાં રહેતા તેમના સંબંધીઓ વચ્ચે વાતચીતની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવે. હવે આ કેસની આગામી સુનાવણી મંગળવાર (6 મે 2025) ના રોજ નક્કી કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
લોકસભામાં અમિત શાહનો લલકાર
‘હોર્મુઝ સ્ટ્રેટ ખોલો, નહીં તો...’,
ફોન પર પ્રતિબંધથી 75% વિદ્યાર્થીઓની એકાગ્રતામાં થયો મોટો વધારો!
એ...એ...ગયા!
વિદેશી ફોટોગ્રાફરે હાથીને ગુલાબી રંગીને કહ્યું- 'I DON'T USE AI'
Play Video