Home Gujarat Three Ias Officers Given Charge Of Increment In The State

રાજ્યમાં ત્રણ IAS અધિકારીઓને સોંપાયો વધારાનો હવાલો : જાણો કોના શિરે કઈ જવાબદારી વધી?

રાજ્યમાં ત્રણ IAS અધિકારીઓને સોંપાયો વધારાનો હવાલો
Published by: OBS Bureau
Last Updated: Jan 02, 2026, 11:02 AM IST

IAS Officer in Charge : રાજ્યમાં ત્રણ IAS અધિકારીઓને વધારોનો હવાલો સોંપાયો છે. જેમાં ગાંધીનગરના ટ્રાન્સપોર્ટ કમિશનર ડૉ. રાજેન્દ્ર કુમારને ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ, વડોદરાના મેનેજિંગ ડિરેક્ટરનો વધારાનો ચાર્જ સંભાળશે, સંજીવ કુમાર, IAS ને તે પદના વધારાના ચાર્જથી મુક્ત કરવામાં આવ્યા છે.

IAS રાજકુમાર બેનીવાલને સોંપાયો વધારાનો હવાલો

IAS રાજકુમાર બેનીવાલ, મેનેજિંગ ડિરેક્ટર, ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ, ભરૂચ, આગામી આદેશ સુધી સરકારના સચિવ (હાઉસિંગ અને નિર્મલ ગુજરાત), શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગનો વધારાનો ચાર્જ સંભાળશે.

નાગરિક ઉડ્ડયન કમિશનરનો કોને હવાલો સોંપાયો?

IAS કે એલ. બચાણી, માહિતી કમિશનર, ગાંધીનગર, આગામી આદેશ સુધી નાગરિક ઉડ્ડયન કમિશનર, અમદાવાદના પદનો વધારાનો ચાર્જ સંભાળશે, ડૉ. ધવલકુમાર કિરીટકુમાર પટેલ, IAS ને તે પદના વધારાના ચાર્જથી મુક્ત કરવામાં આવ્યા છે

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now