Taminadu Crime News: તમિલનાડુના કૃષ્ણાગિરી જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક સરકારી શાળામાં ત્રણ શિક્ષકોએ મળીને 13 વર્ષની વિદ્યાર્થીનીનું જાતીય શોષણ કર્યું. પોલીસે બુધવારે ત્રણેય આરોપીઓની પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ધરપકડ કરી હતી. આ પછી કોર્ટે ત્રણેયને 15 દિવસના રિમાન્ડ પર મોકલી દીધા.
સમાચાર એજન્સી ANI ના અહેવાલ મુજબ કલેક્ટર સી દિનેશ કુમારે જણાવ્યું હતું કે કૃષ્ણાગિરી જિલ્લાની એક સરકારી માધ્યમિક શાળાના ત્રણ શિક્ષકોએ 13 વર્ષની એક વિદ્યાર્થીની પર જાતીય હુમલો કર્યો હતો. જિલ્લા શિક્ષણ અધિકારીએ ત્રણેય શિક્ષકોને સસ્પેન્ડ કર્યા છે. આ ઉપરાંત ત્રણેય શિક્ષકોની POCSOની વિવિધ કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી છે. આરોપી શિક્ષકને 15 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે.
આરોપીએ ટોયલેટમાં બનાવી છોકરીને નિશાન
આ કેસમાં પોલીસે જણાવ્યું હતું કે ત્રણેય શિક્ષકોએ શાળાના શૌચાલયમાં આ ઘટનાને અંજામ આપ્યો હતો. આ ઘટના લગભગ એક મહિના પહેલા બની હતી. જ્યારે સગીરના માતા-પિતાએ શાળાના આચાર્યને હુમલાની ફરિયાદ કરી. માહિતી બાદ DEO અને ચાઇલ્ડ હેલ્પલાઇન દ્વારા શિક્ષકો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પીડિતાના માતા-પિતા દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ મુજબ ત્રણેય શિક્ષકોની POCSO કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી છે. હાલમાં આ ઘટનાના સંદર્ભમાં ત્રણેયની પૂછપરછ કરવામાં આવી રહી છે.






