Home Gujarat Threat To Blow Up 6 Courts Including Gujarat High Court With Rdx

ગુજરાત હાઇકોર્ટ સહિતની 6 કોર્ટને RDXથી ઉડાવવાની ધમકી : કોર્ટની કામગીરી સ્થગિત, પરિસર ખાલી કરાયું, ક્રાઈમ બ્રાન્ચની તપાસ તેજ

ગુજરાત હાઇકોર્ટ સહિતની 6 કોર્ટને RDXથી ઉડાવવાની ધમકી
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 06, 2026, 10:11 AM IST

Gujarat High Court threat : ગુજરાત હાઇકોર્ટ સહિત રાજ્યની કુલ 6 કોર્ટને RDXથી ઉડાવી દેવાની ધમકી મળતા રાજ્યભરમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ ગંભીર ધમકીના પગલે તાત્કાલિક કોર્ટ પરિસરમાં પ્રવેશબંધ કરવામાં આવ્યો હતો અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડમાં આવી ગઈ હતી. ક્રાઈમ બ્રાન્ચ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા કોર્ટ પરિસરમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.

RDXથી ઉડાવી દેવાની ધમકી

મળતી માહિતી મુજબ સુરત, આણંદ, રાજકોટ, અમદાવાદ અને ભરૂચની લોઅર કોર્ટ તેમજ ગુજરાત હાઇકોર્ટને RDXથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ તમામ ધમકીઓ એક જ પેટર્નથી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ધમકી આપનાર તરીકે LLTE (લિબરેશન ટાઇગર ઓફ તમિલ ઇલમ) નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને કારણે સુરક્ષા તંત્ર વધુ સાવચેત બન્યું છે.

સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને મોડી રાતે ધમકી મળી હતી

સૌપ્રથમ સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને મોડી રાતે અંદાજે 2 વાગ્યે અંગ્રેજીમાં ઈ-મેલ મારફતે RDXથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ ઈ-મેલ મળતા જ પોલીસ અને કોર્ટ પ્રશાસનમાં દોડધામ મચી ગઈ હતી. આ પહેલા અમદાવાદ ગ્રામ્ય કોર્ટને પણ આવી જ ધમકી આપવામાં આવી હતી અને તેની પાછળ આજે એટલે કે 24 કલાકની અંદર અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટના રજિસ્ટ્રી વિભાગને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે.

કોર્ટની કાર્યવાહી તાત્કાલિક સ્થગિત કરવામાં આવી

આ ધમકીઓને ગંભીરતાથી લઈ કોર્ટની કાર્યવાહી તાત્કાલિક સ્થગિત કરવામાં આવી હતી અને તમામ કોર્ટ પરિસરમાંથી વકીલો, કર્મચારીઓ અને અરજદારોને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને અન્ય સુરક્ષા ટીમો દ્વારા કોર્ટ પરિસરની બારીક તપાસ કરવામાં આવી હતી. હાલ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી, તેમ છતાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવામાં આવી છે.

ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથસ ધરવામાં આવી

આ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધમકીભર્યા ઈ-મેલના સ્ત્રોત અને પાછળ રહેલા તત્વોને શોધવા તપાસ શરૂ કરવામાં આવી છે. એક પછી એક કોર્ટને મળેલી આ પ્રકારની ધમકીઓએ ન્યાયતંત્રની સુરક્ષા અને જાહેર સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. હાલ રાજ્યભરની તમામ મહત્વની કોર્ટોમાં પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે અને પરિસ્થિતિ પર કડક નજર રાખવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now