Home International Thonk Before Breaking Traffic Rules

બાપ રે, બે લાખનું ચલાન!!! : ટ્રાફિકના નિયમો તોડતા પહેલા વિચારજો..ઉલ્લંઘન કરશો તો આવી શકે છે લાખોનું ચલાન..

બાપ રે, બે લાખનું ચલાન!!!
Published by: OBS Bureau
Last Updated: Jan 06, 2025, 02:13 PM IST

આ વર્ષથી ટ્રાફિકના નિયમો બદલાયા છે. અને હવે તંત્ર ટ્રાફિકના નિયમો માટે સુરક્ષાના કારણે કોઈ છૂટછાટ નથી આપવા માંગતું. છેલ્લા કેટલાક સમયમાં વાહનોની સંખ્યા અને અકસ્માતની સંખ્યામાં વધારો થયો છે. જેનું કારણ છે કે, જાણે-અજાણ્યે લોકો ટ્રાફિકના નિયમોનું પાલન નથી કરતા.એટલે જ નવા વર્ષે બદલાયેલા નિયમો તો તમને 2 લાખ સુધીનું ચલાન આપવી શકે છે. જેમને નિયમો તોડવાની આદત છે તેવા લોકો માટે આ સમાચાર ખાસ છે.

એક શખ્સનું બે લાખનું ચલાન કપાયું
તાજેતરમાં, દેશની રાજધાની દિલ્હીમાં આ સ્થિતિ જોવા મળી હતી, જ્યારે રામ કિશન નામના ડ્રાઇવરને 2 લાખ 500 રૂપિયાનું મોટું ચલણ જારી કરવામાં આવ્યું હતું. આ વ્યક્તિએ ટ્રાફિકના નિયમોનો ભંગ કરીને ઓવરલોડ વાહન ચલાવ્યું હતું અને કારનો ઈન્સ્યોરન્સ અને ફિટનેસ સર્ટિફિકેટ પણ અધૂરું હતું. હવે પોલીસે પણ કડક કાર્યવાહી કરીને રામ કિશનનું 2 લાખ રૂપિયાથી વધુનું ચલણ જારી કર્યું છે.

ટ્રાફિક રૂલને નજરઅંદાજ ન કરો
તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, કારને ઓવરલોડ કરવા પર 20 હજાર રૂપિયાનો દંડ લાગે છે. આ સાથે જ નિયમ સીમા કરતા વધારે વજન હોય તો, પ્રતિ ટનના હિસાબે પુરા 2 હજાર રૂપિયા વસૂલવામાં આવે છે. હવે એવામાં ફોર વ્હીલર ચાલકોને એ નિર્દેશો આપ્યા છે કે ટ્રાફિકના નિયમોને ભૂલથી પણ વણદેખ્યા ન કરો. કારણ કે તે તમને ભારે પડી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
Russian Military Plane Crash
દીપડા પણ જેનાથી ડરે છે! જાણો આ અનોખા પ્રાણી વિશે
અમેરિકા એકલું પડ્યું!
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
Play Video
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ