Home Utilities This One Spice Will Reduce Bad Cholesterol Make Sure To Consume It

કિચનમાં છે સ્વાસ્થ્યનો ખજાનો : ખરાબ કોલસ્ટ્રોલને ઓછું કરશે મસાલિયાની આ એક વસ્તુ, જરૂર કરો સેવન

કિચનમાં છે સ્વાસ્થ્યનો ખજાનો
Published by: OBS Bureau
Last Updated: Feb 09, 2025, 05:30 AM IST

કહેવાય છે કે ભારતીયોનું રસોડું છે દવાખાના સમાન છે. આપણા રસોડામાં અનેક એવી વસ્તુઓ અને ખાસ કરીને મસાલા છે તે તમને સ્વસ્થ રહેવામાં મદદ કરી શકે છે. એમાં પણ ખાસ કરીને હળદરમાં અનેક ઔષધિય ગુણો છે. હળદર ખૂબ જ ગુણકારી હોય છે. હળદરમાં એન્ટી ઓક્સીડન્ટ અને એન્ટી બેક્ટેરરિયલ પ્રોપર્ટીઝ હોય છે. એટલે જ આપણને વાગ્યું હોય તો ઘા પર હળદર દબાવવામાં આવે છે. આ સાથે ગળું સારું ન હોય તો પણ હળદરનો ઉપયોગ કરવામાં આવે છે. ઈન્ફેક્શનના કેસમાં પણ હળદર મદદ કરી શકે છે. પરંતુ તેને સંભાળીને વાપરવી જરૂરી છે.

ખરાબ કોલેસ્ટ્રોલ અને વજન ઓછું કરશે
ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવા માટે હળદર સારી છે. એડીએલ કોલેસ્ટ્રોલ અને ટ્રાયગ્લિસરાઈડ પર હળદર અસર કરે છે. સાથે તેની એન્ટી ઈન્ફ્લેમેટરી પ્રોપર્ટી શરીરને સ્વસ્થ રાખે છે. સાથે જ તો વેઈટ કંટ્રોલ માટે પણ હળદર મદદ કરે છે. હળદરમાં કરક્યૂમિન નામનું તત્વ હોય છે. જે વજન ઓછો કરવામાં મદદ કરે છે.

આ સાથે લિવર અને સાંધાના દુખાવા માટે હળદર ખૂબ જ સારી છે. ફેટી લિવર, લિવર સોરાયસિસ જેવી બીમારીઓ માટે હળદર ખૂબ જ ફાયદો કરાવી શકે છે. હળદરને સૂપ, ચટણી, દૂધ મિક્સ કરીને ખાઈ શકાય છે. આ સાથે સાંધાના સોજા અને દુખાવાને ઓછો કરવા માટે હળદર ફાયદો કરાવી શકે છે. હળદર ડાયજેશનમાં પણ મદદ કરે છે. આમ, હળદરમાં અનેક ગુણો છે પરંતુ તેનો ઉપયોગ નિષ્ણાંતોની સલાહ પ્રમાણે કરવો જોઈએ

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. OFFBeat Stories આની પુષ્ટિ કરતું નથી.)

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now