Home International This Is How You Can Do Shahi Snan At Hiome

દિવ્ય કુંભ, ભવ્ય કુંભ : જો તમે મહાકુંભમાં નથી થઈ શકતા સામેલ, તો ઘરે આવી રીતે કરો શાહી સ્નાન

દિવ્ય કુંભ, ભવ્ય કુંભ
Published by: OBS Bureau
Last Updated: Jan 08, 2025, 02:30 PM IST

મહાકુંભ 2025 નજીક જ છે. જેમાં 4 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ આવવાના છે. દુનિયાભરમાંથી લોકો મહાકુંભમાં આવશે. પરંતુ અનેક લોકો એવા છે, જે પોતે કુંભમાં નથી જઈ શકતા.12 વર્ષે આવતા આ કુંભનું ખૂબ જ મહત્વ હોય છે. હાકુંભમાં સ્નાન કરવા માટે દેશ-વિદેશમાંથી ભક્તો સંગમમાં સ્નાન કરવા આવે છે. તે જ સમયે, તમે બધા જાણો છો કે મહાકુંભમાં કેટલી ભીડ એકઠી થાય છે. જેના કારણે ત્યાં જઈને સ્નાન કરવું થોડું મુશ્કેલ બની જાય છે. હવે આવી સ્થિતિમાં, જો તમે મહાકુંભમાં ભાગ લઈ શકતા નથી, તો તમે ઘરે શાહી સ્નાન કેવી રીતે કરી શકો. તે તમે અહીં જાણી શકો છો.

ઘરે બેઠા આવશે ગંગા!
- જો તમે પ્રયાગરાજના કુંભ મેળામાં નથી જઈ શકતા, તો તમે જ્યાં આસપાસ રહો છો ત્યાંની નદીમાં જઈને સ્નાન કરી શકો છો.
- જો તમારી આસપાસ કોઈ પવિત્ર નદી નથી તો, તમે નહાવાના પાણીમાં ગંગાજળ મેળવીને સ્નાન કરી શકો છો. તેનાથી પણ પુણ્યની પ્રાપ્તિ થાય છે.
- જો તમે મહાકુંભ દરમિયાન ઘરે જ સ્નાન કરો છો, તો તમારે નીચેના મંત્રનો જાપ કરવો જોઈએ.
"ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતિ, નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિ કુરુ"

ક્યારે છે મહાકુંભમાં સ્નાન કરવાની તિથિ?
મહાકુંભનો આરંભ પોષ પૂર્ણિના દિવસથી થઈ રહ્યો છે. પૂર્ણિમાનું સ્નાન 13 જાન્યુઆરી 2025ના દિવસથી શરૂ થશે અને તેનું સમાપન 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીના દિવસે થશે.આવી રીતે કુંભ કૂલ 45 દિવસો માટે ચાલશે.કુંભસ્નાન એ સાદું સ્નાન નથી, પરંતુ તે એક ઊંડો આધ્યાત્મિક અનુભવ છે. આ તે સમય છે જ્યારે કોસ્મિક ઉર્જા તેની ટોચ પર હોય છે અને પવિત્ર નદીઓનું પાણી આ ઉર્જાથી ભળી જાય છે. આ પવિત્ર જળમાં સ્નાન કરવાથી વ્યક્તિ માત્ર શારીરિક રીતે જ શુદ્ધ નથી થતો પરંતુ તેની આત્મા પણ શુદ્ધ થાય છે. એવું માનવામાં આવે છે કે કુંભ દરમિયાન કરવામાં આવતી ધાર્મિક વિધિઓનું પરિણામ ખૂબ જ શુભ હોય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
Russian Military Plane Crash
દીપડા પણ જેનાથી ડરે છે! જાણો આ અનોખા પ્રાણી વિશે
અમેરિકા એકલું પડ્યું!
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
Play Video
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ