Home Automobile This Ev Scooter Will Offer A Range Of 130 Kilometers On A Single Charge

એક વખતના ચાર્જમાં 130 કિલોમીટરની રેન્જ આપશે આ EV સ્કૂટર : કિંમત, શાનદાર ફીચર્સ અને ટોપ સ્પીડની માહિતી જાણો

એક વખતના ચાર્જમાં 130 કિલોમીટરની રેન્જ આપશે આ EV સ્કૂટર
Published by: OBS Bureau
Last Updated: Aug 14, 2025, 07:36 AM IST

ભારતના બજારમાં ઇલેક્ટ્રિક સ્કૂટરમાં Odysse Electric Vehicles એ પોતાનું નવું હાઇ-સ્પીડ ઇ-સ્કૂટર Odysse Sun લોન્ચ કર્યું છે. આ સ્કૂટર બે બેટરી વિકલ્પો સાથે આવે છે. જાણો આ સ્કૂટરની ડિઝાઇન, સુવિધાઓ, કિંમત, ચાર્જિંગ અને રેન્જ વિગતો.

Odysse Sun ની બેટરી

પહેલું 1.95kWh બેટરી પેક છે જેની કિંમત 81,000 રૂપિયા (એક્સ-શોરૂમ) છે અને બીજું 2.9kWh બેટરી પેક છે જેની કિંમત 91,000 રૂપિયા (એક્સ-શોરૂમ) છે. મોટું બેટરી વેરિઅન્ટ એક જ ચાર્જ પર 130 કિમી સુધીની રેન્જ આપે છે.

Odysse Sun ની ડિઝાઇન અને કલરના વિકલ્પો

કંપની આ સ્કૂટરને શહેરોમાં વાપરી શકાય તેવી ઇલેક્ટ્રિક સ્કૂટર તરીકે રજૂ કરી રહી છે, જે પેર્ફોર્મોન્સ, આરામ અને સુવિધાનું વધુ સારું આપે છે. તેની ડિઝાઇન પ્લસ-સાઇઝ એર્ગોનોમિક છે, જે બેસવામાં આરામ અને દેખાવમાં સ્પોર્ટી લૂક આપે છે. Odysse Sun ના ચાર રંગ વિકલ્પો (પેટિના ગ્રીન, ગનમેન્ટલ ગ્રે, ફેન્ટમ બ્લેક અને આઇસ બ્લુ) માં ઉપલબ્ધ છે.

Odysse Sun ના ફીચર્સ

Odysse Sunમાં LED લાઇટિંગ અને એવિએશન-ગ્રેડ સીટો છે, જે લાંબી મુસાફરીને પણ આરામદાયક બનાવે છે. તેમાં 32 લિટરની અંડર-સીટ સ્ટોરેજ મળી રહે છે. સ્કૂટરમાં ટેલિસ્કોપિક ફ્રન્ટ સસ્પેન્શન અને હાઇડ્રોલિક મલ્ટી-લેવલ એડજસ્ટેબલ રીઅર શોક એબ્ઝોર્બર્સ છે, જે ખરાબ રસ્તાઓ પર પણ સરળ રાઇડની ખાતરી આપે છે. બ્રેકિંગ માટે, તેમાં આગળ અને પાછળ બંને ડિસ્ક બ્રેક્સ છે. આ ઉપરાંત, કી લેસ સ્ટાર્ટ-સ્ટોપ, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, ડબલ ફ્લેશ રિવર્સ લાઇટ અને ત્રણ રાઇડિંગ મોડ્સ (ડ્રાઇવ, પાર્કિંગ, રિવર્સ) પણ ઉપલબ્ધ છે.

ચાર્જિંગ અને રેન્જ

Odysse Sun નું મોટું બેટરી વેરિઅન્ટ તમને 130 કિમી સુધીની રેન્જ આપી શકે છે, જે તેને દૈનિક મુસાફરી માટે ઉત્તમ પસંદગી બનાવે છે. તેની ટોપની સ્પીડ 70 કિમી પ્રતિ કલાક છે, જે શહેરમાં ઝડપી અને સલામત સવારી માટે વધુ સારી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now