Home Gujarat This Brawl Is About A Personal Enmity Said Deo Rohit Chaudhary

'હુમલો કર્યો એ શાળાના વિદ્યાર્થીઓ ન હતા' : નેશનલ હાઇસ્કૂલ બહાર વિદ્યાર્થી પર હુમલા મામલે DEO રોહિત ચૌધરીનું નિવેદન

'હુમલો કર્યો એ શાળાના વિદ્યાર્થીઓ ન હતા'
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 19, 2026, 09:43 AM IST

Ghatlodia National School : અમદાવાદમાં સેવન્થ-ડે સ્કૂલની ઘટનાની યાદ તાજી થાય તેવી વધુ એક ચિંતાજનક ઘટના સામે આવી છે. શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી નેશનલ સ્કૂલ બહાર એક વિદ્યાર્થી પર અન્ય વિદ્યાર્થીઓ દ્વારા હિંસક હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ઘાટલોડિયાની નેશનલ સ્કૂલ બહાર ધોરણ 10ના નિખિલ પટેલ નામના વિદ્યાર્થીને અન્ય કેટલાક વિદ્યાર્થીઓએ કડા વડે માર માર્યો હતો. આ ઘટનામાં વિદ્યાર્થીને ઈજા પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે DEO રોહિત ચૌધરીએ નિવેદન આપ્યું છે.

'વિદ્યાર્થીને માથાના ભાગે કડા વડે ઈજા પહોંચી છે'

DEO રોહિત ચૌધરીએ સમગ્ર મામલે કહ્યું કે, 'નેશનલ સ્કૂલમાં જે પ્રાથમિક દ્રષ્ટીએ ઘટના બની છે. જેના પગલે માહિતી મળી છે કે, ધોરણ 10 નો વિદ્યાર્થી પરીક્ષા પૂરી કરીને બહાર નીકળ્યો ત્યારે તેના ઉપર કેટલાક યુવકોએ હુમલો કરીને ઈજાઓ પહોંચાડી છે. જે મામલે નેશનલ સ્કૂલના સંચાલકો સાથે વાત કરી છે તેમજ પ્રાથમિક દ્રષ્ટીએ અહેવાલ મેળવવાનો પ્રયાસ કર્યો છે જે મુજબ વિદ્યાર્થીને માથાના ભાગે કડા વડે ઈજા પહોંચી છે, જેને સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો. જેને હોસ્પિટલમાંથી સારવાર બાદ રજા પણ આપી દેવામાં આવી છે. વધુમાં નજીકના પોલીસ સ્ટેશનમાં સત્વરે સંચાલક દ્વારા માહિતી આપી દેવામાં આવી છે. જે બાબતે પોલીસે પણ તાત્કાલિક આવીને આગળની કાર્યવાહી હાથધરી છે.'

અહેવાલ શાળા પાસેથી મંગાવ્યો છે: DEO

DEO રોહિત ચૌધરીએ જણાવ્યું કે, 'કોઈ અંગત અદાવાતમાં આ બબાલ થઈ હોય તેવું અનુમાન છે. જેમણે હુમલો કર્યો એ શાળાના વિદ્યાર્થીઓ ન હતા. જેમના ઉપર હુમલો થયો છે. તે વિદ્યાર્થી ધોરણ 10માં નેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે. વધુ અને સ્પષ્ટ વિગતો સાથે અહેવાલ શાળા પાસેથી મંગાવ્યો છે ત્યારે વધુ વિગતો જાણવા મળશે'

11 વાગ્યા આસપાસ બની ઘટના

ACP જયેશ બ્રહ્મભટ્ટ જણાવે છે કે, "આજે સવારે 11 વાગ્યા અપસાસ ઘટલોડિયા પોલીસ સ્ટેશનને સમાચાર મળે છે કે, નેશનલ સ્કૂલ ભુયંગદેવ ચાર રસ્તા ઉપર છોકરાઓ અંદરો-અંદર ઝઘડી રહ્યા છે. આ માહિતી મળતા ઘટલોડિયા પોલીસ સ્ટેશન સ્ટાફ ત્યાં પહોંચી જાય છે. ત્યાં જઈને તપાસ કરતાં ખબર પડે છે કે સ્કૂલના ગેટની બહાર છોકરાઓ ઝઘડી રહ્યા હતા."

અગાઉ થઈ હતી બોલાચાલી

ACP એ વધુમાં જણાવ્યું, "આમાં હકીકત એમ છે કે જે છોકરાને વાગ્યું છે તેને અગાઉ એક-બે મહિના પહેલા સામેવાળા છોકરાઓ સાથે બોલાચાલી થઈ હતી. તેમનું કાઈક ચાલતું હશે અને આજે સવારે ગેટ નજીક આ સ્કૂલમાં ભણતા 3-4 છોકરાઓ અને તેમના મળતીયાઓ ભેગા થઈને ગેટ પાસેથી આ છોકરાને ફેંટ પકડી ખેંચી લઈ ગયા."

3 છોકરાઓ ઇજાગ્રસ્ત

આ હુમલા અંગે ACP એ કહ્યું, "એક છોકરાને માથાના ભાગે વાગ્યું છે, બીજા છોકરાને ચપ્પુ પકડવા જતાં આંગળીના ભાગે ઇજા થઈ છે અને ત્રીજા છોકરાને મૂઢમાર વાગ્યો છે. આ પ્રકારની ઘટના બનતા પોલીસ હરકતમાં આવી મામલાની તપાસ ચલાવી રહી છે."

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now