Home Sports This Bowler From Bhutan Created History Took 8 Wickets For 7 Runs In 4 Overs In A T 20 Match

ક્રિકેટ જગત હચમચ્યું! : ભૂતાનના આ બોલેરે રચ્યો ઈતિહાસ, T-20 મેચમાં 4 ઓવરમાં 7 રન આપી લીધી 8 વિકેટ

ક્રિકેટ જગત હચમચ્યું!
Published by: OBS Bureau
Last Updated: Dec 29, 2025, 10:30 AM IST

Sonam Yeshey T20 World Record: ભૂતાનના લેફ્ટ આર્મ સ્પિનર સોનમ યેશેએ ઇતિહાસ રચી દીધો છે. 22 વર્ષીય સોનમ T-20 ક્રિકેટની એક મેચમાં 8 વિકેટ લેનારા વિશ્વના પ્રથમ બોલર બની ગયા છે. યેશેએ ચાર ઓવરમાં માત્ર 7 રન આપીને 8 વિકેટ ઝડપી હતી. આમાં એક મેડન ઓવર પણ સામેલ હતી. તેમની ઇકોનોમી માત્ર 1.75 રહી. સોનમે મ્યાનમાર સામે 26 ડિસેમ્બરે ગેલેફુમાં રમાયેલી ત્રીજી ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં 8 વિકેટ ઝડપી હતી. ભૂતાન ક્રિકેટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું- 'આ યાદગાર સ્પેલ છે. સોનમ યેશેનું 4 ઓવરમાં 8/7નું પ્રદર્શન વર્લ્ડ રેકોર્ડ બની ગયું છે.

અત્યાર સુધી 2 બોલરોએ લીધી છે 7-7 વિકેટ

T-20 ક્રિકેટમાં પહેલી વાર કોઈ બોલરે એક મેચમાં 8 વિકેટ લીધી છે. આ પહેલાં નેધરલેન્ડ્સના કોલિન એકરમેનને 2019માં અને બાંગ્લાદેશના તસ્કીન અહેમદે 2025માં એક મેચમાં 7-7 વિકેટ લીધી હતી. જ્યારે ટી-20 ઇન્ટરનેશનલમાં પણ બે બોલર 7-7 વિકેટ લઈ ચૂક્યા છે. મલેશિયાના સયાઝરુલ ઇદ્રુસે 2023માં ચીન સામે 8 રન આપીને 7 વિકેટ લીધી હતી. અને બહેરીનના અલી દાઉદે 2025માં ભૂતાન સામે 19 રન આપીને 7 વિકેટ લીધી હતી.

ભૂતાને મ્યાનમારને 82 રને હરાવ્યું

સોનમ યેશેની શાનદાર બોલિંગના કારણે ભૂતાને મ્યાનમારને 128 રનના ટાર્ગેટનો પીછો કરતા માત્ર 45 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. ભૂતાને આ મેચ 82 રને જીતી લીધી. પાંચ મેચની ટી20 સિરીઝમાં ભૂતાન હાલ 5-0થી આગળ છે. આ સિરીઝમાં સોનમ યેશેએ અત્યાર સુધીમાં 5 મેચમાં 13 વિકેટ લીધી છે.

કોણ છે સોનમ યેશે?

સોનમ યેશેએ જુલાઈ 2022માં મલેશિયા સામે પોતાની ટી20 ઇન્ટરનેશનલ ડેબ્યુ કરી હતી. ત્યારથી અત્યાર સુધી તેમણે 34 મેચની 33 ઇનિંગ્સમાં 37 વિકેટ લીધી છે. તેમનો એવરેજ 17.37 અને ઇકોનોમી 5.69 છે. તેમના નામે ટી20 ક્રિકેટમાં એક ચાર વિકેટ અને એક પાંચ વિકેટ હોલ પણ નોંધાયેલ છે. આ અદ્ભુત પ્રદર્શનથી સોનમ યેશેએ માત્ર ભૂતાનનું જ નહીં પરંતુ આખા ક્રિકેટ વિશ્વનું ધ્યાન આકર્ષિત કર્યું છે. T-20ના ઇતિહાસમાં આ પ્રથમ વખત છે કે કોઈ બોલરે 8 વિકેટ લીધી હોય, અને તે પણ આટલી ઓછી રન આપીને. ભૂતાન જેવી નાની ક્રિકેટ ટીમમાંથી આવા સ્ટાર ઉભરી આવવાથી આસોસિયેટ નેશન્સના ક્રિકેટરોને પ્રેરણા મળશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now