Home Automobile This Bike Runs 600 Km On A Single Tank Know What Is The Price Of Tvss Sports Bike

ફૂલ ટેંકમાં 600 કિમી ચાલે છે આ બાઈક : જાણો TVSની સ્પોર્ટ્સ બાઈકનું શું છે કિંમત?

ફૂલ ટેંકમાં 600 કિમી ચાલે છે આ બાઈક
Published by: OBS Bureau
Last Updated: Jul 06, 2025, 06:42 AM IST

ભારતીય ટૂ-વ્હીલર બજારમાં TVS Raider 125 બાઇક સતત ધમાલ મચાવી રહી છે. અદ્યતન ફીચર્સ અને યંગ લુકને કારણે દેશભરના યુવાનોમાં તેને "ફુલ પેકેજ સ્પોર્ટી બાઇક" તરીકે ઓળખવામાં આવી રહી છે. TVS કંપનીએ સસ્તી કિંમતમાં આકર્ષક ડિઝાઇન અને માઇલેજથી ભરેલી બાઇક આપી છે, જેના કારણે તે માર્કેટમાં બાંકડો જમાવી રહી છે.

કિંમત અને વેરિઅન્ટ્સ
TVS Raider 125 બાઇકની શરૂઆતની કિંમત ₹87,000 (એક્સ-શોરૂમ) છે, જ્યારે ટોચના મોડલની કિંમત ₹1,03,000 સુધી જાય છે.

આ બાઇક વિવિધ વેરિઅન્ટ્સમાં ઉપલબ્ધ છે:
SX
SSE
સ્પ્લિટ સીટ
સિંગલ સીટ

એન્જિન અને પાવર

એન્જિન: 124.8cc, સિંગલ-સિલિન્ડર, એર-ઓઇલ કૂલ્ડ
પાવર: 11.38 PS
ટોર્ક: 11.2 Nm
ગિયરબોક્સ: 5-સ્પીડ મેન્યુઅલ
પીક અપ: 0 થી 60 કિમી/કલાક માત્ર 5.9 સેકન્ડમાં

માઇલેજ અને ફ્યુઅલ ટાંકી

માઇલેજ: 60–65 કિમી/લિટર (કંપની દાવો)
ફ્યુઅલ ટાંકી ક્ષમતા: 10 લિટર

એટલે કે, ફુલ ટાંકી પર અંદાજે 600 કિમી સુધી ચાલે છે.

ટેકનોલોજી અને સુવિધાઓ

5-ઇંચ TFT ડિસ્પ્લે
રાઇડિંગ મોડ્સ, સ્પીડ, ફ્યુઅલ લેવલ જેવી માહિતી
LED હેડલાઇટ, USB ચાર્જિંગ પોર્ટ, સ્માર્ટ કનેક્ટિવિટી
123 કિલોગ્રામ વજન, ચલાવવામાં હળવી અને મજબૂત
8 રંગ વિકલ્પોમાં ઉપલબ્ધ

સેફટી અને બ્રેકિંગ

ફ્રન્ટમાં ડિસ્ક બ્રેક
રિઅરમાં ડ્રમ બ્રેક
બ્રેકિંગ સિસ્ટમ યથેસ્થ અને સુરક્ષિત બનાવવામાં આવી છે, ખાસ કરીને શહેરની ટ્રાફિક માટે.

યુવાનો માટે પહેલી પસંદ
આ બાઇક ખાસ કરીને યંગ રાઇડર્સ અને કોલેજ યુવાનોમાં ખૂબ લોકપ્રિય છે. તે લોકો માટે પણ યોગ્ય છે જેમને સસ્તી, સ્ટાઇલિશ અને ફ્યુઅલ-એફિશિયન્ટ બાઇક જોઈએ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now