Home Gujarat Thieves Attacked Firing Takes Place At Karjan Zetco Sub Station

કરજણ જેટકો સબ સ્ટેશનમાં ચોર ત્રાકટતા થયું ફાયરિંગ : તસ્કરોએ પથ્થરમારો કર્યો તો ગનમેને કર્યું ફાયરિંગ, એક ચોર ઘાયલ, 1 થયૉ ફરાર

કરજણ જેટકો સબ સ્ટેશનમાં ચોર ત્રાકટતા થયું ફાયરિંગ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 10, 2026, 10:00 AM IST

Vadodara Theft Incident : વડોદરા જિલ્લાના કરજણ ખાતે જેટકો સબ સ્ટેશનમાં ગત રાત્રીએ ચોરીનો પ્રયાસ કરનાર તસ્કરો અને સિક્યુરિટી જવાનો વચ્ચે ભારે અથડામણ સર્જાઈ હતી. ઘટનામાં સિક્યુરિટી ગનમેને આત્મરક્ષામાં ફાયરિંગ કરતા એક ચોરને ડાબાહાથમાં ગોળી વાગી ઇજા પહોંચી હતી, 2 તસ્કરોને સ્થળ પરથી કરજણ પોલીસે ઝડપી લીધા હતાં. મોડી રાત્રે તસ્કરો ઝેટકો સબ સ્ટેશનની દીવાલ કૂદી અંદર પ્રવેશ્યા હતા. ચોરી કરવાની નીતિ સાથે પ્રવેશ કરેલા તસ્કરો પર સિક્યુરિટી જવાનોની નજર પડતાં તરત જ તેમને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, ચોરોએ સિક્યુરિટી કર્મચારીઓ પર પથ્થરમારો કરી હુમલો કર્યો હતો, જેના કારણે પરિસ્થિતિ તંગ બની ગઈ હતી.

ચોરીનો નિષ્ફળ પ્રયાસ

ચોરોના હુમલાના જવાબમાં ફરજ પર હાજર ગનમેને આત્મરક્ષા અને પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે ફાયરિંગ કર્યું હતું. ગોળી લાગતાં એક ચોરના હાથના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. આ દરમિયાન સિક્યુરિટી સ્ટાફ અને ગનમેને બે તસ્કરોને પકડી પાડવામાં સફળતા મેળવી હતી, જ્યારે એક અન્ય ચોર અંધારાનો લાભ લઈ ફરાર થવામાં સફળ થયો હતો.

પોલીસે તપાસ હાથધરી

ઘટનાની જાણ થતા જ કરજણ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે સમગ્ર મામલાની તપાસ હાથ ધરી હતી અને ઘાયલ થયેલા ચોરને સારવાર માટે વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ તેની સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળે છે. પોલીસ દ્વારા પકડાયેલા બંને તસ્કરોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. તેમની પાસેથી અન્ય ચોરીની ઘટનાઓ અંગે મહત્વની માહિતી મળવાની શક્યતા છે. ઉપરાંત, ફરાર તસ્કરની શોધખોળ માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ ચાલુ રાખી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now