Home International They Asked People About Their Religion And Shot Them After Seeing Their Identity Cards

લોકોનો ધર્મ પુછ્યો, ઓળખ પત્ર જોયુ પછી ગોળી મારી દિધી : બચી ગયેલા લોકોની ચોંકાવનારી આંખો દેખી

લોકોનો ધર્મ પુછ્યો, ઓળખ પત્ર જોયુ પછી ગોળી મારી દિધી
Published by: OBS Bureau
Last Updated: Apr 23, 2025, 05:39 PM IST

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાની ઘટનામાં 26થી વધુ પ્રવાસીઓના મૃત્યુ નિપજ્યા છે. આ ઘટના પછી જ્યારે પ્રત્યક્ષદર્શીઓ સાથ કરવામાં આવી તો તેમણે ખુબ જ ચોંકાવનારી અનેક વાતો વર્ણવી છે.

પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે મંગળવારે બપોરે લગભગ 3 વાગે આતંકીઓ ઘાસના મેદાનમાં ઘૂસ્યા હતા. પહેલગામ દેશ-વિદેશના પ્રવાસીઓમાં પ્રિય છે. તેને 'મિની સ્વિટ્ઝર્લેન્ડ' પણ કહેવામાં આવે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આતંકવાદીઓએ એ પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો જેઓ ખાણી-પીણીની દુકાનો પર જઈ રહ્યા હતા, અથવા ઘોડા પર સવારી કરી રહ્યા હતા.

'લોકોને તેમનો ધર્મ પૂછ્યો, તેમના ઓળખ પત્ર જોઈને હત્યા કરી'

પ્રવાસીઓએ જણાવ્યું હતું કે આતંકવાદીઓએ ધર્મ પૂછ્યો હતો, તેમના ઓળખ પત્ર પણ જોયા અને પછી તેમને અલગ કર્યા અને તેમના પર ગોળીઓ વરસાવવાની શરૂઆત કરી.

લોકોના કપડાં ઉતારવામાં આવ્યા અને ધાર્મિક ઓળખ કરાવી

એક મહિલાએ જણાવ્યું કે આતંકીઓએ તેમના પતિનું નામ પૂછ્યું અને પછી જ્યારે ખબર પડી તેઓ મુસ્લિમ નથી તો માથા પર ગોળી મારી દિધી. એટલુ જ નહીં પણ એ પણ જાણવા મળ્યું કે આતંકીઓએ કેટલાક લોકોને તેમના કપડા ઉતારીને તેમના ધર્મની ઓળખ કરી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
લોકસભામાં અમિત શાહનો લલકાર
‘હોર્મુઝ સ્ટ્રેટ ખોલો, નહીં તો...’,
ફોન પર પ્રતિબંધથી 75% વિદ્યાર્થીઓની એકાગ્રતામાં થયો મોટો વધારો!
એ...એ...ગયા!
વિદેશી ફોટોગ્રાફરે હાથીને ગુલાબી રંગીને કહ્યું- 'I DON'T USE AI'
Play Video