Home Automobile These Three Popular Cars Are Available At Emi Of Just 10000 Know About Car Finance

આ ત્રણ લોકપ્રિય કાર માત્ર ₹10,000 ના EMI પર ઉપલબ્ધ! : Tata Punch થી લઈને Maruti Swift સુધીના નામો સામેલ

આ ત્રણ લોકપ્રિય કાર માત્ર ₹10,000 ના EMI પર ઉપલબ્ધ!
Published by: OBS Bureau
Last Updated: Mar 16, 2026, 09:51 AM IST

Buying a new car will now be easier : ભારતમાં આજકાલ નવી કાર ખરીદવા માટે લોકો એકસાથે પૂરેપૂરી રકમ ચૂકવવાને બદલે કાર લોન લેવાનો નિર્ણય લેતા હોય છે. જેના કારણે મધ્યમ વર્ગના લોકોનું ઓછું બજેટ હોવા છતાં નવી કાર ખરીદવી ખૂબ જ સરળ બની જાય છે. જો તમે પણ 5-સીટર ફેમિલી કાર લેવાનું વિચારી રહ્યા છો, તો માર્કેટમાં Maruti Swift, Tata Punch અને Toyota Glanza જેવી કેટલીક કાર ફેમિલી ટ્રાવેલ માટે ખૂબ જ પ્રખ્યાત છે. જાણો આ આ કારો માટેના ફાઇનાન્સ પ્લાન વિશેની માહિતી.

મારુતિ સુઝુકી સ્વિફ્ટ (Maruti Swift)

સૌથી પહેલા વાત કરીએ ભારતીય લોકોની મનપસંદ મારુતિ સુઝુકી સ્વિફ્ટની. સ્વિફ્ટ કારના બેઝ મોડલની એક્સ-શોરૂમ કિંમત ₹5.79 લાખની આસપાસ છે. જો કોઈ વ્યક્તિ આ કારને લોન પર ખરીદવાનું વિચાર કરે, તો તેને આશરે ₹5.30 લાખ સુધીની લોન મળી શકે છે. જો આ લોન 9% ના વ્યાજ દરે 5 વર્ષ માટે લેવામાં આવે, તો તમારે દર મહિને અંદાજે ₹10,800 નો EMI ચૂકવવો પડશે. જોકે, બેંકની નીતિ મુજબ આ રકમમાં થોડો ફેરફાર થઈ શકે છે.

ટાટા પંચ (Tata Punch)

ટાટા પંચ હાલમાં માઇક્રો SUV સેગમેન્ટમાં ખૂબ ધૂમ મચાવી રહી છે. આ કારના બેઝ મોડલની એક્સ-શોરૂમ કિંમત આશરે ₹5.59 લાખ છે. જો તમે તેને લોન પર ખરીદો છો, તો ₹4.95 લાખ સુધીની લોન મળવાની શક્યતા રહે છે. જો તમે 5 વર્ષના સમયગાળા માટે 9% વ્યાજ દરે લોન લો છો, તો તમારી માસિક EMI અંદાજે ₹10,300 ની આસપાસ આવશે. મજબૂતી અને બજેટ બંનેમાં આ કાર શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે.

ટોયોટા ગ્લાન્ઝા (Toyota Glanza)

ટોયોટા ગ્લાન્ઝા તેની પ્રીમિયમ લુક અને ફીચર્સ માટે લોકપ્રિય છે. અમદાવાદમાં આ કારની એક્સ-શોરૂમ કિંમત ₹6.46 લાખ છે, જ્યારે અમદાવાદમાં તેની ઓન-રોડ કિંમત અંદાજે ₹7.19 લાખ સુધી પહોંચે છે. જો તમે ₹1 લાખનું ડાઉન પેમેન્ટ ભરો અને 9.8% વ્યાજ દરે લોન લો છો, તો તમારી પાસે બે ઓપ્શન છે. જો તમે 4 વર્ષ માટે લોન લો તો હપ્તો ₹16,000 આવશે, પરંતુ જો તમે લોનનો ગાળો વધારીને 7 વર્ષ કરો છો, તો તમારે દર મહિને માત્ર ₹10,452 ની માસિક EMI ચૂકવવી પડશે.

તમારા બજેટ મુજબ પસંદ કરો શ્રેષ્ઠ કાર

આ ત્રણેય કાર તેમની કિંમત, ફીચર્સ અને પરફોર્મન્સના આધારે સામાન્ય લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. જો તમે ઓછો માસિક હપ્તો રાખવા માંગતા હોવ, તો આ ફાઇનાન્સ પ્લાન્સ તમારી મદદ કરી શકે છે. તમારી જરૂરિયાત અને લોન લેવાની ક્ષમતા મુજબ તમે આમાંથી કોઈપણ શાનદાર કારની પસંદગી કરી શકો છો.

નોંધ : લોન અને EMI ની રકમ સંપૂર્ણપણે તમારા ફાઇનાન્સ અને પસંદ કરેલી બેંક પર નિર્ભર રહે છે. ફાઇનાન્સમાં વ્યાજની ટકાવારી તમારા CIBIL Score ના આધારે બદલાઈ શકે છે. આ ઉપરાંત, કારની કિંમત અને ડાઉન પેમેન્ટની રકમ તમારા શહેર અને રાજ્યના શોરૂમ તેમજ સરકારી ટેક્સના આધારે પણ અલગ-અલગ હોઈ શકે છે. તેથી, અંતિમ નિર્ણય લેતા પહેલા નજીકના શોરૂમ પર જઈને સંપૂર્ણ માહિતી મેળવી લેવી હિતાવહ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now