Home Utilities These Hill Stations In Gujarat Will Captivate Your Heart

આ છે ગુજરાતના સ્વર્ગ : ગુજરાતના આ હિલ સ્ટેશન મોહી લેશે તમારા મન

આ છે ગુજરાતના સ્વર્ગ
Published by: OBS Bureau
Last Updated: Jan 26, 2025, 05:45 AM IST

જો તમારે હિલ સ્ટેશનની મજા લેવી છે તો તમારે ગુજરાતની બહાર જવાની જરૂર નથી. ગુજરાતમાં જ એટલી સુંદર અને સરસ જગ્યાઓ છે જે તમારું મન મોહી લેશે. ગુજરાતના હિલ સ્ટેશન પરદેશને પણ ટક્કર મારે એવા છે. અહીં શ્વાસ લેવામાં પણ તમને મજા આવશે અને તમને લાગશે કે સ્વર્ગ અહીં જ છે. આ સાથે તમને આ હિલ સ્ટેશન પર ત્યાંની સંસ્કૃતિની પણ ઝલક જોવા મળશે. સાથે ત્યાંના લોકલ ફૂડ અને શોપિંગનો એક્સપિરિયન્સ તો ખરો જ.

સાપુતારા

ગુજરાતનું સૌથી જાણીતું હિલ સ્ટેશન એટલે સાપુતારા. પશ્ચિમી ઘાટ પર આવેલું આ હિલ સ્ટેશન ખૂબ જ સુંદર છે. એક હજાર મીટરની ઊંચાઈ પર સ્થિત આ હિલ સ્ટેશન હંમેશા પર્યટકોથી ભરાયેલું રહે છે. અહીં આસપાસના વિસ્તારોમાં તમે વિવિધ કારીગરોની હસ્તકલા અને કારીગરીના પ્રદર્શન જોઈ શકો છો. હાથગઢ કિલ્લો શિવાજી દ્વારા તેમના શાસનકાળ દરમિયાન બંધાવાયેલ ઐતિહાસિક મહત્વ ધરાવતું પ્રશંસનીય સ્થળ છે. આ કિલ્લાની ટોચ પર તમને ભગવાન શિવની પ્રતિમા દેખાશે, જે પવિત્રતાના આભાને પ્રતિબિંબિત કરે છે.

વિલ્સન હિલ્સ

વલસાડ પાસે આવેલું વિલ્સન હિલની તુલના હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ સાથે થાય છે. ઊંચા પહાડ, ગાઢ જંગલ અને સમુદ્રનો કિનારો તેની ખૂબસુરતીમાં વધારો કરે છે. અહીં ઓઝોન ઘાટી છે, જે નૈનીતાલ જેવી છે. સાથે જ બિલપુડી ટ્વીન વોટરફોલ છે, જે એક છુપાયેલા ખજાના જેવું છે. તેની ખૂબસુરતી તો જોવા લાયક છે.જો તમે વિલ્સન હિલ્સનો ઇતિહાસ જાણવા માંગતા હો, તો તમે લેડી વિલ્સન મ્યુઝિયમની મુલાકાત લઈ શકો છો. અહીં તમે લેડી વિલ્સન અને લોર્ડ વિલ્સનને લગતી વસ્તુઓ જોઈ શકો છો. તમને જણાવી દઈએ કે સુંદર પર્વતોમાં સ્થિત લેડી વિલ્સન મ્યુઝિયમ પ્રવાસીઓ માટે એક ખાસ સ્થળ માનવામાં આવે છે.

પાવાગઢ

પંચમહાલ જિલ્લામાં આવેલું પાવાગઢ આમ તો મહાકાળી માતાના સ્થાનક માટે પ્રખ્યાત છે. પરંતુ તે એક હિલ સ્ટેશન પણ છે. પાવાગઢ હિલ્સ સાહસિક લોકો અને પ્રકૃતિ પ્રેમીઓ માટે એક બેસ્ટ હિલ સ્ટેશન છે. અહીં તમને પ્રાકૃતિ સૌંદર્ય જોવા મળશે અને સાથે ટ્રેકિંગ માટે પણ તમે જઈ શકો છો.

ડોન હિલ્સ

ડોન હિલ્સ ગુજરાતના ડાંગ જિલ્લામાં આવેલી છે. ત્યાં માત્ર 1200 લોકો જ રહે છે. આ સુંદર હિલ સ્ટેશનનું સુખદ હવામાન, ઠંડી પવન અને કુદરતી રીતે સમૃદ્ધ જૈવવિવિધતા તમને ચોક્કસ મંત્રમુગ્ધ કરી દેશે. અહીં તમે ટ્રેકિંગ, પેરાગ્લાઈડિંગ, કેમ્પિંગ, ડોન ફેસ્ટિવલનો પણ આનંદ માણી શકો છો.



joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now