Home Utilities These Foods Become More Nutritious The Next Day Include Them In Your Diet

આ વસ્તુઓ તો વાસી જ ખાઓ : રાંધ્યાના બીજા દિવસે અમૃત બની જાય છે આ વસ્તુઓ, ડાયેટમાં કરો સામેલ

આ વસ્તુઓ તો વાસી જ ખાઓ
Published by: OBS Bureau
Last Updated: Feb 06, 2025, 03:30 AM IST

સામાન્ય રીતે સૌ કોઈ ખોરાકને તાજો જ રાંધીને ખાવાની સલાહ આપવામાં આવતી હોય છે. જેનાથી તેના પોષક તત્વો જળવાઈ રહે અને એ તમને તેનાથી કોઈ નુકસાન ન થયા. પરંતુ કેટલાક ફૂડ્સ એવા છે રાંધ્યાના બીજા દિવસે વધારે ટેસ્ટી અને હેલ્ધી બની જાય છે. આજે આપણે આવી જ વાનગીઓની વાત કરવા જઈ રહ્યા છે. જેને તમે બીજા દિવસે ખાઓ તો શરીર માટે ઘણો ફાયદો થઈ શકે છે.

વાસી રોટલી
વડીલો ખાસ કરીને બચેલી રોટલીઓને બીજા દિવસે સવારે ચા સાથે લેવાનું પસંદ કરે છે. જો રોટલી રાત્રે બચી જાય છે તો તેને ગરમ કરીને ખાવું ફાયદો કરાવી શકે છે. વાસી રોટલીમાં ફર્મેન્ટેશનની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. જે ગટ હેલ્થ માટે ફાયદાકારક છે. જે પાચનની પ્રક્રિયા સારી કરે છે અને ડાયાબિટીસના મેનેજમેન્ટ માટે પણ હેલ્ધી ઓપ્શન છે.

વાસી ભાત
વાસી ભાત વિશે આમ તો ઘણી માન્યતાઓ છે. પરંતુ તે બીજા દિવસે ખાવામાં આવે તો વધારે પૌષ્ટિક થઈ જાય છે. ભાત પણ ફર્મેન્ટ થયા પછી પેટ માટે વધારે ફાયદાકારક થઈ જાય છે. તેમાં આયરન, કેલ્શિયમ જેવા પોષક તત્વો હોય છે.

વાસી ખીર
ભાતમાંથી બનેલી ખીર સૌ કોઈ પસંદ હોય છે. તે ખીર ખાવામાં ખૂબ જ સારી લાગે છે અને સાથે તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારી છે. ફ્રીઝમાં તે રાખવાથી બીજા દિવસે સરસ લાગશે અને સાથે જ તમારા ગટ હેલ્થ માટે ફાયદાકારક છે.

વાસી દહીં
દહીં જૂનું થાય એમ વધારે ફાયદો કરાવી શકે છે. તેમાં ફર્મેન્ટેશનની પ્રોસેસ સ્પીડમાં થઈ જાય છે અને સારા બેક્ટેરિયાનો ગ્રોથ થવા લાગે છે. આ રીતનું દહીં તમારા ગટના હેલ્થ માટે ફાયદાકારક હોય છે. પાચનમાં સુધારાની સાથે તે ઈમ્યૂનિટી પણ બૂસ્ટ કરે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now