Home Automobile These Cars Come With 5 Star Safety Rating Know About Advanced Safety Features And Price

5-સ્ટાર સેફટી રેટિંગ સાથે આવતી આ Cars! : જાણો સેફટીના એડવાન્સ્ડ ફીચર્સ અને કિંમત વિશે

5-સ્ટાર સેફટી રેટિંગ સાથે આવતી આ Cars!
Published by: OBS Bureau
Last Updated: Jan 24, 2026, 06:52 AM IST

Cars : આજકાલ, એક પછી એક ઘણા નવા વાહનો લોન્ચ થઈ રહ્યા છે. તેથી, હવે કાર કંપનીઓની જવાબદારી છે કે, તેઓ નવીનતમ ફીચર્સ સાથે સેફટી સુનિશ્ચિત કરે. કાર ખરીદતી વખતે, લોકો ઘણીવાર તપાસ કરે છે કે, કાર કેટલી સલામત છે. જો તમે 5-સ્ટાર સેફ્ટી રેટિંગવાળી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો જાણો કેટલીક 5-સ્ટાર સેફ્ટી રેટિંગવાળી કાર વિશેની માહિતી.

Toyota Innova Hycross

Toyota Innova Hycross ભારતમાં એક લોકપ્રિય MPV છે, જેને ભારત NCAP દ્વારા 5-સ્ટાર સલામતી રેટિંગ આપવામાં આવ્યું છે. તેમાં 6 એરબેગ્સ, ડાયનેમિક રડાર ક્રૂઝ કંટ્રોલ, બ્લાઇન્ડ સ્પોટ મોનિટરિંગ, વ્હીકલ સ્ટેબિલિટી કંટ્રોલ (VSC), ઓલ-વ્હીલ ડિસ્ક બ્રેક્સ અને આગળ અને પાછળના પાર્કિંગ સેન્સર સહિત અનેક એડવાન્સ સેફટી ફીચર્સ સામેલ છે. Toyota Innova Hycross ની એક્સ-શોરૂમ કિંમત 19.15 લાખથી 32.38 લાખ સુધીની છે.

Tata Harrier EV

Tata Harrier EV ને ભારતમાં સૌથી સુરક્ષિત ઇલેક્ટ્રિક SUV માંની એક માનવામાં આવે છે. તેને Adult Safety માટે 32 માંથી 32 અને Child Sadety માટે 49 માંથી 45 સ્કોર મળ્યા છે. તેના સેફટી ફીચર્સમાં 7 એરબેગ્સ, લેવલ 2 ADAS, 540° ક્લિયર વ્યૂ, 360° 3D કેમેરા, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ (ESP), SOS કોલ ફંક્શન અને ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ (TPMS) સામેલ છે. Tata Harrier EV ની એક્સ-શોરૂમની કિંમત 21.49 લાખથી શરૂ થાય છે, અને ટોપ વેરિઅન્ટની કિંમત 30.23 લાખ સુધીની છે.

Maruti Dzire

Maruti Suzuki Dzire ભારતની પહેલી સેડાન બની છે, જેને ભારત NCAP તરફથી 5-સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યું છે. આ કાર વર્ષોથી દેશની સૌથી વધુ વેચાતી સેડાન રહી છે. બધા વેરિઅન્ટમાં 6 એરબેગ્સ સ્ટાન્ડર્ડ છે, અને તે ESP+, હિલ હોલ્ડ આસિસ્ટ, 360° કેમેરા, ABS+EBD અને TPMS જેવા ફીચર્સ આપે છે. Maruti Dzire ની એક્સ-શોરૂમ કિંમત 6.25 લાખથી 9.31 લાખ સુધીની છે.

Kia Syros

Kia Syros એક નવી SUV છે, જેને ભારત NCAP ક્રેશ ટેસ્ટમાં 5-સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યું છે. તેને Adult Safety માટે 30.21/32 અને Child Safety માટે 44.42/49 સ્કોર મળ્યો છે. તે લેવલ 2 ADAS, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ (ESC), વ્હીકલ સ્ટેબિલિટી મેનેજમેંટ (VSM) અને 20 થી વધુ સ્ટાન્ડર્ડ સેફટી ફીચર્સ સાથે આવે છે. Kia Syros ની એક્સ-શોરૂમ કિંમત 8.67 લાખથી 15.93 લાખ સુધીની છે.

Skoda Kylaq

Skoda Kylaq ને ભારત NCAP તરફથી 5-સ્ટાર સલામતી રેટિંગ પણ મળ્યું છે. તેને Adult Safety માટે 30.88 પોઇન્ટ અને Child Safety માટે 45 પોઇન્ટ મળ્યા છે. તેમાં કુલ 25 અદ્યતન સેફટી ફીચર્સ છે, જેમાં 6-એરબેગ્સ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ, રોલ-ઓવર પ્રોટેક્શન, હિલ હોલ્ડ કંટ્રોલ અને મલ્ટી-કોલિઝન બ્રેકિંગનો સમાવેશ થાય છે. Skoda Kylaq ની એક્સ-શોરૂમ કિંમત 7.59 લાખથી શરૂ થાય છે અને ટોપ-વેરિઅન્ટની કિંમત 12.99 લાખ સુધીની છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now