Home Gujarat These Are The Famous Fairs Of Gujarat Visit Them At Least Once

મારું મન મળી ગયું મેળામાં : આ છે ગુજરાતના પ્રસિદ્ધ મેળા, એકવાર જરૂર લેજો મુલાકાત

મારું મન મળી ગયું મેળામાં
Published by: OBS Bureau
Last Updated: Jan 28, 2025, 01:43 PM IST

ગુજરાત રંગીલું છે અને ગરવું પણ છે. એકવાર જે ગુજરાતની મુલાકાત લે છે, તે તેને ક્યારેય ભૂલી શકતું નથી. ખાનપાન અને મહેમાન ગતિ માટે જાણીતું ગુજરાત તેના મેળાઓ માટે પણ પ્રખ્યાત છે. એ પછી ભાતીગળ તરણેતરનો મેળો હોય કે પછી રાજકોટનો જન્માષ્ટમીનો મેળો. લોકોને આ મેળામાં મન મળી જ જાય છે. ગુજરાતના મેળાઓમાં લોક કલા છે, સંસ્કૃતિ છે અને રંગો છે. સાથે જ મેળાના માનવીઓની હૂંફ પણ છે. આજે આપણે વાત કરીશું ગુજરાતના મેળાઓની.

સુપ્રસિદ્ધ તરણેતરનો મેળો
આ મેળો રાજ્યના સુરેન્દ્રનગરના તરણેતર ગામમાં આયોજિત થાય છે. ભાદરવા સુદ ત્રીજથી ભાદરવા સુદ છઠ સુધી આ મેળો ચાલે છે. જેના મૂળ મહાભારત સમયના હોવાનું માનવામાં આવે છે. આ મેળા દરમિયાન મહાદેવનનું ખાસ મહત્વ છે. અહીં તમને ભાગીતળ પરંપરા, ખાણીપીણી, વસ્ત્રો અને નૃત્ય જોવા મળશે. મેળામાં હસ્તકલા, શણગાર સામાન અને સ્થાનિક પદાર્થોની હાટડી લગાડવામાં આવે છે. આ મેળાને એક પ્રકારનો સ્વયંવર પણ કહેવામાં આવે છે. જે ગુજરાતની પરંપરાઓ અને સમૃદ્ધિને દર્શાવે છે.

જન્માષ્ટમીનો લોકમેળો
આ મેળાનું આયોજન સૌરાષ્ટ્રના ભાગોમાં, ખાસ કરીને રાજકોટમાં જન્માષ્ટમીના પાંચ દિવસ દરમિયાન થાય છે. મેળામાં રાઈડ્સ હોય છે, સાથે શોપિંગ અને ખાણીપીણીના સ્ટોલ હોય છે. આ મેળામાં હૈયે હૈયું દળાય એટલી ભીડ હોય છે. સાથે જ તેમાં તમને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ જોવા મળી જાય છે. આસપાસના ગામડાઓમાંથી લોકો સાતમ આઠમ કરવા માટે ખાસ લોકમેળામાં આવે છે. જે અહીંની ધબકતી જીવનશૈલીનું પ્રતિક છે.

ઘેરનો મેળો
આ મેળો પોરબંદર ગામમાં દર વર્ષે આયોજિત થાય છે. મેળાની શરૂઆત ભગવાન કૃષ્ણ અને રુક્ષમણીના વિવાહ સાથે જોડાયેલી દંતકથાઓ પરથી થઈ છે.મેળામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે એકત્ર થાય છે અને પૂજા-પાઠમાં ભાગ લે છે. દૂર દૂરથી લોકો અહીં આવે છે અને લોકનૃત્ય, સંગીતનો આનંદ લે છે. અહીં પણ તમને ભાતીગળ ખાણીપીણીની સાથે ખરીદીનો પણ અવસર મળી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now