Home International There Are Many Companies In America Currently Going Through Financial Difficulties

અમેરિકાની કંપનીઓ કરી રહી છે નાદારીનો સામનો : શું તેની પાછળનું મુખ્ય કારણ છે વધતું જતું દેવું અને સ્પર્ધા?

અમેરિકાની કંપનીઓ કરી રહી છે નાદારીનો સામનો
Published by: OBS Bureau
Last Updated: Mar 25, 2025, 08:13 AM IST
  • Samir Shukla (Senior Journalist), New Jersey, USA:
    અમેરિકાની અનેક એવી કંપનીઓ છે કે જે હાલમાં નાણાંકીય કટકોટીમાંથી પસાર થઈ રહી છે. એક સમયની પ્રભાવશાળી Brands નાણાંકીય સંઘર્ષો અને સંભવિત નાદારીનો સામનો કરી રહી છે, જેમાં Express, Rite AID, The Container Store, અને We Work સમાવેશ થાય છે. તેની પાછળનું કારણ છે વધતું જતું કંપનીઓનું દેવું, વસ્તુઓના વેચાણમાં જબરજસ્ત ઘટાડો અને વધતી સ્પર્ધા છે.

    EXPRESS:
    કોવિડ-19 રોગચાળા પછી કપડાંના રિટેલરને નફો મેળવવા માટે સંઘર્ષ કરવો પડ્યો છે, જેના કારણે 2023ના ત્રીજા ક્વાર્ટરમાં $36.8 મિલિયનનું નુકસાન થયું અને અંતે તેણે નાદારી નોંધાવી છે.
  • Melting Pot Cities and Suburbs: Racial and Ethnic Change in Metro America  in the 2000s
    Rite-AID:
    ફાર્મસી જાયન્ટ ગણાતી આ કંપની ભારે દેવાના બોજ અને ઘટતી આવક સાથે ઝઝૂમી રહી છે. અન્ય ફાર્મસી ચેઈન્સ અને ઓનલાઈન રિટેલર્સ તરફથી સ્પર્ધાનો સામનો કરી રહી છે. જેના કારણે નાદારી થઈ છે.

    CONTAINER STORE :
    આ વિશિષ્ટ હોમ સ્ટોરેજ રિટેલરને ટાર્ગેટ અને વોલમાર્ટ જેવા મોટા રિટેલર્સ તરફથી ઘટતા વેચાણ અને વધતી સ્પર્ધાનો સામનો કરવો પડ્યો છે. જેના કારણે નાદારી નોંધાવવી પડી છે.
  • Best Cities to Visit in the USA | A Comprehensive Travel Guide | Pettitts  Travel
    WE WORK:
    સહકારી જાયન્ટ ગણાતી આ કંપની તેના દેવાના મુદ્દાઓ ઉકેલવા માટે સંઘર્ષ કરી રહી છે, અને નાણાંકીય અવરોધોનો સામનો કરી રહી છે.જેના કારણે નાદારી નોંધાવવી પડી છે.

    મુશ્કેલીમાં મુકાયેલા અન્ય રિટેલર્સ:
    JCPenney, Sears Hometown, BIG Lotsઅને Abercrombie & Fitch ને પણ નાણાંકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. ભૂતકાળમાં JCPenney એ નાદારી નોંધાવી હતી અને અન્યોએ વેચાણ અને નફાકારકતામાં ઘટાડો અનુભવ્યો હતો.

    DUNKIN DONUTS
    સાંસ્કૃતિક (Cultural)પસંદગીઓ અને સ્પર્ધાને કારણે 'ડંકિન' ડોનટ્સ ભારતીય બજારમાં તેના વ્યવસાયને ચાલુ રાખવા માટે સંઘર્ષ કરી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
અમેરિકા એકલું પડ્યું!
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક
આજે 31 માર્ચ