AI Impact Summit: ભારતના પ્રતિષ્ઠિત India AI Impact Summit 2026ના પહેલા દિવસે (16 ફેબ્રુઆરી, 2026) દિલ્હીના ભારત મંડપમ (પ્રગતિ મેદાન) ખાતે અરાજકતા અને ચોરીની ઘટનાએ ખળભળાટ મચાવ્યો હતો. PM નરેન્દ્ર મોદી સમિટનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા ત્યારે હાઇ-સિક્યોરિટી ઝોનમાંથી બેંગલુરુની સ્ટાર્ટઅપ NeoSapienના પેટન્ટેડ AI વેરેબલ ઉપકરણો ચોરાઈ ગયા હોવાનો આરોપ લાગ્યો હતો. આ ઉપકરણો વાતચીત ટ્રેક કરીને લાગણીઓનું વિશ્લેષણ કરવાની ક્ષમતા ધરાવે છે.
CEO ધનંજય યાદવ સોશિયલ મીડિયા પોસ્ટ
NeoSapienના કો-ફાઉન્ડર અને CEO ધનંજય યાદવએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે સુરક્ષા કર્મચારીઓએ PMની મુલાકાત પહેલાં એક્સ્પો વિસ્તારને સેનિટાઇઝ કરવા માટે તમામ એક્ઝિબિટર્સને સ્ટોલ છોડવા કહ્યું હતું. તેમણે ઉપકરણો સુરક્ષા કર્મચારીઓની સંભાળમાં છોડ્યા, પરંતુ 6 કલાક પછી પરત ફર્યા તો બોક્સ ખાલી મળ્યા. યાદવે પ્રશ્ન ઉઠાવ્યો કે "હાઇ-સિક્યોરિટી ઝોનમાં આવું કેવી રીતે થઈ શકે?" તેમણે ફ્લાઇટ, લોજિસ્ટિક્સ અને બૂથના ખર્ચનો ઉલ્લેખ કરીને આને "અત્યંત નિરાશાજનક" ગણાવ્યું.
પોલીસ સ્ટેશનમાં FIR નોંધાઈ
આ ઘટના બાદ તિલક માર્ગ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાઈ હતી. દિલ્હી પોલીસે CCTV ફૂટેજ તપાસીને 24 કલાકમાં જ ઉપકરણો પાછા મેળવી લીધા અને શંકાસ્પદ વ્યક્તિને ઓળખી લીધી. ધનંજય યાદવે પોલીસની ઝડપી કાર્યવાહી માટે આભાર વ્યક્ત કર્યો.
સમિટના પહેલા દિવસે અન્ય સમસ્યાઓ પણ સામે આવી
લાંબી કતારો અને ધક્કામુક્કી
ઇન્ટરનેટ અને મોબાઇલ કનેક્ટિવિટી નબળી
UPI પેમેન્ટ્સ કામ ન કર્યા
સાઇનબોર્ડ્સ અસ્પષ્ટ અને પ્રવેશ-નિર્ગમના સ્પષ્ટ સંકેતોનો અભાવ
VIP આગમન વખતે લોકોને પાછા મોકલવામાં આવ્યા
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવએ પહેલા દિવસની અસુવિધા બદલ માફી માંગી અને આગામી દિવસોમાં સુધારાનું વચન આપ્યું. સમિટને વિશ્વની સૌથી મોટી AI ઇવેન્ટ તરીકે પ્રમોટ કરવામાં આવી હતી, પરંતુ ઉદ્ઘાટન દિવસની અરાજકતાએ વ્યાપક ટીકા નોતરી હતી. તેમ છતાં, ચોરીના ઉપકરણો પાછા મળવાથી મુદ્દો હલ થયો છે.




















