Home Entertainment The Traitors Trailer Release

કરણ જોહરનું ‘Dhokha Time’ હવે બન્યું છે ‘Troll Time’ : 'The Traitors'ના ટ્રેલર રીલીઝ થવાની સાથે કરણ જોહર થયા ટ્રોલ

કરણ જોહરનું  ‘Dhokha Time’ હવે બન્યું છે ‘Troll Time’
Published by: OBS Bureau
Last Updated: May 31, 2025, 11:16 AM IST

ફિલ્મો અને ટોક શોના જગતમાં નામ બનાવ્યા બાદ હવે કરણ જોહર એક નવા અંદાજમાં જોવા મળશે. જાણીતા ફિલ્મ નિર્માતા અને હોસ્ટ હવે Prime Video પર એક અનોખા રિયલિટી શો ‘The Traitors’ લઈને આવી રહ્યાં છે. આ શો 12 જૂનથી રિલીઝ થશે અને દર ગુરુવારે Prime Video પર નવા 3 એપિસોડ આવે તેમ રહેશે.

આ શોની ખાસ વાત એ છે કે તેમાં ભાગ લેનારા 20 ખેલાડીઓના જૂથમાં ત્રણ “traitors” હશે – જે ગેમ દરમિયાન પોતાની ઓળખ છુપાવીને બીજા નિર્દોષ ખેલાડીઓનું ‘એલિમિનેશન’ કરતા જશે. ખેલાડીઓ એક શાનદાર મહેલમાં એકસાથે રહેશે. રસપ્રદ વાત એ છે કે દર્શકોને શરૂઆતથી જ ખબર હોય કે કોણ છે 'ટ્રેટર્સ' – પણ ખેલાડીઓ માટે આ બધું એક મોટું સસ્પેન્સ છે.

આ રમતમાં દરેક અઠવાડિયે એક ખેલાડીનું ‘મર્દર’ થશે અને હોસ્ટ કરણ જોહર તેના ફોટાને પ્લેયર્સ વોલ પરથી કાઢીને જમીન પર ફેંકી દેતા જોવા મળશે. એ પછી બધા ખેલાડીઓ 'ટ્રસ્ટ ટેબલ' પાસે ભેગા થઈને ચર્ચા કરે છે કે કોણ છે અસલી ધોખેબાજ. આમ આ શો માત્ર શંકા અને સસ્પેન્સ નહીં, પણ પ્લાનિંગ, પર્સનાલિટી અને પાવર ગેમનો ખજાનો છે.

‘The Traitors’ માં ભાગ લઈ રહેલા નામો પણ કોઈ સામાન્ય નથી. Anshula Kapoor, Karan Kundra, Urfi Javed, Jannat Zubair, Raftaar, Jasmine Bhasin, Maheep Kapoor, Ashish Vidyarthi, Harsh Gujral અને અનેક લોકપ્રિય TikTokers, Influencers અને TV એક્ટર્સ આ શોનો ભાગ બનશે. અહીં ખાસ નોંધપાત્ર છે – પોતાની વિવાદાસ્પદ ટિપ્પણીઓ અને ખુલ્લી વાતોથી ચર્ચામાં આવેલી Apoorva Mukhija પણ આ શોમાં જોવા મળશે.



જ્યારે શોનો ટ્રેલર રિલીઝ થયો ત્યારે સોશિયલ મિડિયામાં લોકોના 'mixed responses' જોવા મળ્યા. કેટલીક જનતાએ આ શોને 'Among Us' જેવી કાહાની સાથે સરખાવ્યો અને તેને ‘Chapris નો બેટલ’ કહેતા મીમ્સ પણ બનાવ્યા. બીજી બાજુ, શોના ક્રેઝી ફેન્સે કહ્યું કે તેઓ તેમના ફેવરિટ ક્રિએટર્સને એવાં રોલમાં જોઈને ખુબ ઉત્સાહિત છે, જે તેમણે પહેલા ક્યારેય જોયા નથી.



આ શોનું શૂટિંગ 2024ના સપ્ટેમ્બરમાં જૈસલમેરના વૈભવી Suryagarh Palaceમાં થયું છે, જે શોને એક રોયલ અને થ્રિલિંગ લૂક આપે છે. દર ગુરુવારે Prime Video પર રાતે 8 વાગ્યે ત્રણ નવા એપિસોડ રિલીઝ થશે અને આખરે જે ખેલાડી અંત સુધી પોતાને માસૂમ સાબિત કરી શકશે – તે જીતશે ₹1 કરોડનું ઇનામ.



આગળ શું થશે? કોણ કરશે વિશ્વાસઘાત અને કોણ આવશે સાચું મુખોટું પહેરીને? હવે એ જોવું રસપ્રદ રહેશે. Prime Video પર #DhokhaTime શરૂ થવા જ રહ્યું છે – તમે તૈયાર છો કે નહીં?



joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now