Home Gujarat The Traditional Pahindavidhi 148 Rath Yatra Begins

શાહે મંગળા આરતી કરી, CMએ પહિંદવિધિ કર્યા બાદ 148મી રથયાત્રાનો પ્રારંભ : દિલિપદાસજીને જગતગુરૂની પદવીથી નવાજ્યા, ઇતિહાસમાં પહેલીવાર ભગવાન જગન્નાથને અપાયું ગાર્ડ ઓફ ઓનર

શાહે મંગળા આરતી કરી, CMએ પહિંદવિધિ કર્યા બાદ 148મી રથયાત્રાનો પ્રારંભ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jun 27, 2025, 06:38 AM IST

Jagannath Rathyatra: અમદાવાદ શહેરમાં આજે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાનો ભવ્ય આરંભ થયો છે. પરંપરાગત રીતે ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે સવારે 7 વાગ્યે નગરચર્યાએ નીકળ્યા છે. યાત્રાના દર્શન માટે ભક્તોનો ઘસારો ઉમટ્યો છે અને સમગ્ર શહેરમાં ભક્તિનો માહોલ છવાઈ ગયો છે. દર વર્ષેની જેમ આ વર્ષે પણ રથયાત્રા નિમિત્તે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભગવાનના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે અને મંદિર વિસ્તારોમાં ‘જય જગન્નાથ’ના ઘોષોથી વાતાવરણ ગૂંજતું બન્યું છે. દર વર્ષની જેમ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે ભગવાન જગન્નાથની મંગળા આરતી કરી. ત્યાર બાદ પરંપરાગત રીતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરીણીથી રથયાત્રાના માર્ગની સફાઈ કરી. પરંપરાગતન પહિંદવિધિ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિજ મંદિરથી જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો. લોખંડી સુરક્ષા બંદોબસ્ત વચ્ચે આન બાન અને શાનથી જગતના નાથ નગરચર્યાએ નીકળ્યાં.

દિલીપદાસજી મહારાજને ‘જગતગુરૂ’ પદવીથી નવાજવામાં આવ્યાઃ
જગન્નાથ મંદિરના મહંત 1008 મહામંડલેશ્વર શ્રી દિલીપદાસજી મહારાજને આજે વૈષ્ણવ સંપ્રદાય દ્વારા વિશિષ્ટ માન આપવામાં આવ્યું છે. તેઓને ‘જગતગુરૂ’ની પદવીથી નવાજવામાં આવ્યા છે. હવે તેઓ ‘જગતગુરૂ દિલીપદાસજી મહારાજ’ તરીકે ઓળખાશે.

મુખ્યમંત્રીએ કરી પહિંદવિધિ, ભક્તોને પાઠવી શુભેચ્છાઓઃ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાના આરંભ પૂર્વે પરંપરાગત પહિંદવિધિ આપી હતી. તેમણે રથયાત્રા નિમિત્તે ગુજરાતના તમામ નાગરિકો અને ખાસ કરીને કચ્છી સમુદાયને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, “રથયાત્રા ભક્તિ, સંસ્કૃતિ અને સમરસતાનું પ્રતિક છે.”



સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત સાથે યાત્રા સંપન્ન કરાવવાનો પ્રયાસઃ
રથયાત્રાને શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરાવવા માટે રાજ્ય પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અંદાજે 20,000થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. યાત્રામાર્ગ પર ડ્રોન કેમેરાથી મોનીટરીંગ, CCTV દેખરેખ અને વ્યાપક ટ્રાફિક વ્યવસ્થાપન તેમજ તાત્કાલિક સેવામાં તૈનાત ટીમો એલર્ટ પર છે.


તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દર વર્ષની જેમ આ વર્ષે પણ જગન્નાથ મંદિરમાં વહેલી સવારે ભગવાનની મંગળા આરતીમાં ભાગ લીધો. તેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતાં લખ્યું કે "રથયાત્રાના શુભ અવસર પર અમદાવાદના શ્રી જગન્નાથ મંદિરમાં મંગળા આરતીનો લાભ લેવો એ એક દિવ્ય અને અલૌકિક અનુભવ હોય છે"


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now