Home Entertainment The Teaser Of Battle Of Galwan Will Be Released On Salman Khans Birthday

સલમાનના 60મા જન્મદિવસ પર ધમાકેદાર ગિફ્ટ! : 'Battle Of Galwan' નું પાવરફુલ ટીઝર થશે રિલીઝ, નિર્માતાઓએ કરી જાહેરાત

સલમાનના 60મા જન્મદિવસ પર ધમાકેદાર ગિફ્ટ!
Published by: OBS Bureau
Last Updated: Dec 23, 2025, 09:55 AM IST

Battle Of Galwan Teaser: બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાન 27 ડિસેમ્બરે 60 વર્ષના થઈ રહ્યા છે. આ વર્ષ ત્રણેય ખાન્સ – આમિર ખાન (14 માર્ચ), શાહરૂખ ખાન (2 નવેમ્બર) અને હવે સલમાન ખાન – માટે માઈલસ્ટોન વર્ષ છે. ચાહકો પહેલાથી જ ઉજવણીના મૂડમાં છે, અને આ વખતે જન્મદિવસ વધુ ખાસ બનશે કારણ કે સલમાનની આગામી ફિલ્મ 'Battle Of Galwan' નું ટીઝર તેમના જન્મદિવસ પર રિલીઝ થશે.

27 ડિસેમ્બરે ટીઝર રિલીઝ

બોલિવૂડ હંગામાના રિપોર્ટ મુજબ, ફિલ્મની ટીમ છેલ્લા કેટલાક સમયથી ટીઝર પર કામ કરી રહી છે. એક સૂત્રે જણાવ્યું કે, “27 ડિસેમ્બર ટીઝર રિલીઝ કરવા માટે પર્ફેક્ટ તારીખ છે. આ ટીઝર ગલવાન યુદ્ધની દુનિયાનો પરિચય કરાવશે અને ફિલ્મની ભવ્યતા તેમજ સ્કેલનો અહેસાસ આપશે. સલમાન ખાનને શક્તિશાળી અવતારમાં જોવા મળશે.” વધુમાં, ટીઝર પહેલાં 25 કે 26 ડિસેમ્બરે એક-બે પોસ્ટર્સ પણ રિલીઝ થઈ શકે છે.

બિક્કુમાલા સંતોષ બાબુની ભૂમિકા

આ ફિલ્મ અપૂર્વ લાખિયા (શૂટઆઉટ એટ લોખંડવાલા ફેમ) દ્વારા ડિરેક્ટેડ છે અને તે 15 જૂન 2020ના ગલવાન ખીણમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલી અથડામણથી પ્રેરિત છે. સલમાન ખાન વાસ્તવિક જીવનના શહીદ કર્નલ બિક્કુમાલા સંતોષ બાબુની ભૂમિકા ભજવી રહ્યા છે, જે શિવ અરૂર અને રાહુલ સિંહના પુસ્તક ઇન્ડિયાઝ મોસ્ટ ફિયરલેસ 3ના એક પ્રકરણ પર આધારિત છે. ફિલ્મમાં સલમાન સાથે ચિત્રાંગદા સિંહ પણ મુખ્ય ભૂમિકામાં છે.ચાહકો માટે આ જન્મદિવસ ડબલ ધમાકો બની રહેશે!

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now