Home Religion The Most Dangerous Transit Of Rahu Ketu In 2026

2026માં રાહુ-કેતુનું સૌથી ખતરનાક ગોચર! : આ 3 રાશિઓ પર આવશે ભયાનક આફત! ફૂંકી ફૂંકીને ભરવું પડશે પગલું!

2026માં રાહુ-કેતુનું સૌથી ખતરનાક ગોચર!
Published by: OBS Bureau
Last Updated: Dec 08, 2025, 10:28 AM IST

Rahu Ketu Gochar 2026: 2026માં રાહુ અને કેતુનું મહત્વનું ગોચર ઘણી રાશિઓ માટે સુખ-દુઃખનું મિશ્રણ લાવશે. ખાસ કરીને મેષ, વૃષભ અને કન્યા રાશિના જાતકો માટે આ વર્ષ પડકારજનક રહેવાની આગાહી છે. રાહુ 5 ડિસેમ્બર 2026ના રોજ કુંભ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરશે, જ્યારે કેતુ કર્ક રાશિમાં આવશે. આ ફેરફારોનો સીધો પ્રભાવ આ ત્રણ રાશિઓ પર પડશે.

1. મેષ રાશિ

કારકિર્દીમાં અચાનક અડચણો, જવાબદારીઓમાં ફેરફાર, બોસ સાથે મતભેદની શક્યતા

વ્યવસાયમાં મંદી અને અણધાર્યા નુકસાનનો ભય

તણાવ વધવાથી માનસિક શાંતિ ખોરવાઈ શકે

પ્રેમ સંબંધોમાં અધીરાઈથી ઝઘડા થઈ શકે

ઉપાય: મંગળવારે હનુમાનજીને સિંદૂર ચઢાવો, રાહુનો જાપ કરો.

2. વૃષભ રાશિ

ઘર અને ઓફિસ વચ્ચે સંતુલન બગડશે, પારિવારિક સહકારમાં ઘટાડો

માતા-પિતાના સ્વાસ્થ્યની ચિંતા, સંબંધોમાં તણાવ

રોકાણ અને નાણાકીય નિર્ણયોમાં મોટું જોખમ

સરકારી નોકરીમાં ટ્રાન્સફર કે અડચણો

પ્રેમ-લગ્નના યોગમાં વિલંબ કે વિરોધ

ઉપાય: શુક્રવારે લક્ષ્મી પૂજન અને દૂધ-દહીંનું દાન કરો.

3. કન્યા રાશિ

જૂના વિવાદો-કોર્ટ-કેસ ફરી ઉભરી આવશે

જોખમી રોકાણથી મોટું નુકસાન થઈ શકે

નવા પ્રેમ સંબંધ કે ભાગીદારીમાં છેતરપિંડીનો ભય

નોકરીમાં સખત મહેનત છતાં પ્રમોશનમાં વિલંબ

ખોટા ખર્ચથી બજેટ ખોરવાઈ શકે, આત્મવિશ્વાસમાં કમી

ઉપાય: બુધવારે ગણેશજીને દુર્વા ચઢાવો, કેતુનો જાપ કરો, કાળા-સફેદ કંબળનું દાન કરો.

આ ત્રણેય રાશિના જાતકોએ 2026માં દરેક મોટો નિર્ણય સાવચેતીથી લેવો, નવા કામની શરૂઆત ટાળવી અને રાહુ-કેતુના ઉપાયો નિયમિત કરવા જોઈએ. જો આખું વર્ષ સાવધાનીથી પસાર કરશો તો મોટું નુકસાન ટળી શકશે.

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now