Home Sports The Magic Of Vaibhav Sooryavanshi In The Top Google Searches In 2025

2025 માં ટોપના ગુગલ સર્ચમાં Vaibhav Sooryavanshi નો જાદુ! : પાકિસ્તાનમાં Abhishek Sharma નંબર 1, જુઓ લિસ્ટ

2025 માં ટોપના ગુગલ સર્ચમાં Vaibhav Sooryavanshi નો જાદુ!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 09, 2025, 11:51 AM IST

Top Google searches in 2025: ગુગલ સર્ચ 2025 ની લિસ્ટ બહાર પાડવામાં આવી છે, જેમાં આ વર્ષે કયા ખેલાડીઓનું વર્ચસ્વ રહ્યું છે તે જાહેર કરવામાં આવ્યું છે. ભારતમાં વૈભવ સૂર્યવંશી સૌથી વધુ સર્ચ કરાયેલ ખેલાડી હતો, જ્યારે અભિષેક શર્માને પાકિસ્તાનમાં અન્ય કોઈપણ પાકિસ્તાની ખેલાડી કરતાં વધુ સર્ચ કરવામાં આવ્યો હતો. 2025 માં જ્યારે વૈભવ સૂર્યવંશીએ IPL માં પ્રવેશ કર્યો, ત્યારે ભારતમાં દરેક વ્યક્તિએ તેની ઉંમર અને વધુ જાણવા માટે Google પર સર્ચ કર્યું. તેનું કૌશલ્ય ટુર્નામેન્ટમાં જ સ્પષ્ટ દેખાઈ આવ્યું. 14 વર્ષની ઉંમરે, તે ભારત માટે IPL સેંચુરી ફટકારનાર સૌથી ઝડપી બેટ્સમેન બન્યો. ત્યારપછી તે અંડર-19 પ્રવાસ પણ સમાચારમાં રહ્યો, જ્યાં તેને અનેક રેકોર્ડ તોડ્યા અને બનાવ્યા. આ વાત Google પર સર્ચમાં પ્રતિબિંબિત થઈ, કારણ કે તે ભારતમાં સૌથી વધુ સર્ચ કરાયેલ ખેલાડી બન્યો.

અભિષેક શર્માની પ્રતિભા પાકિસ્તાનમાં સ્પષ્ટ દેખાઈ.

2025 માં, ભારત અને પાકિસ્તાને કુલ 4 આંતરરાષ્ટ્રીય મેચ રમી, જેમાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં 1 અને એશિયા કપમાં 3 મેચનો સમાવેશ થાય છે. એશિયા કપમાં, અભિષેકે પાકિસ્તાન સામે 3 મેચમાં 110 રન બનાવ્યા. સુપર ફોર મેચમાં, તેને 74 રનની ધમાકેદાર ઇનિંગ રમી અને પાકિસ્તાની ખેલાડીઓ સાથે ઝઘડો પણ કર્યો. કદાચ આ જ કારણ છે કે, તે પાકિસ્તાનમાં સૌથી વધુ સર્ચ કરાયેલ ખેલાડી બન્યો. હસન નવાઝ યાદીમાં બીજા ક્રમે છે.

પાકિસ્તાનમાં સૌથી વધુ સર્ચ કરાયેલા એથ્લેટ્સ (2025)

  1. અભિષેક શર્મા (ભારતીય)

  2. હસન નવાઝ

  3. ઈરફાન ખાન નિયાઝી

  4. સાહિબજાદા ફરહાન

  5. મુહમ્મદ અબ્બાસ

વૈભવ સૂર્યવંશી ભારતમાં ચમક્યો

અભિષેક શર્મા પાકિસ્તાનમાં ટોપ પર હતો, પરંતુ વૈભવ સૂર્યવંશી ભારતમાં ગુગલ સર્ચ કરનારાઓમાં નંબર 1 હતો. અભિષેક ભારતમાં ત્રીજા ક્રમે હતો, ત્યારપછી પ્રિયાંશ આર્ય પંજાબ કિંગ્સ તરફથી રમતા પ્રિયાંશે આર્ય IPL માં પણ પ્રભુત્વ જમાવ્યું, તેણે CSK સામે 42 બોલમાં 103 રન બનાવ્યા. શેખ રશીદ લિસ્ટમાં ચોથા ક્રમે હતા, ત્યારપછી ભારતીય મહિલા ક્રિકેટર જેમિમાહ રોડ્રિગ્ઝ પાંચમા ક્રમે હતા. મહિલા ODI વર્લ્ડ કપ 2025 ની સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે જેમિમાહ રોડ્રિગ્ઝની મેચવિનિંગ 127 રનની ઇનિંગની દેશભરમાં ખૂબ પ્રશંસા થઈ હતી.

Google પર સૌથી વધુ સર્ચ કરવામાં આવેલ (2025)

  1. વૈભવ સૂર્યવંશી

  2. પ્રિયાંશ આર્ય

  3. અભિષેક શર્મા

  4. શેક રશીદ

  5. જેમિમાહ રોડ્રિગ્ઝ

  6. આયુષ મ્હાત્રે

  7. સ્મૃતિ મંધાના

  8. કરુણ નાયર

  9. ઉર્વીલ પટેલ

  10. વિગ્નેશ પુથુર

ગૂગલની ટ્રેડિંગ સર્ચ

ગુગલે ટોપના ટ્રેન્ડિંગ ગ્લોબલ સર્ચ સાથે સ્પોર્ટ્સ ટીમોની લિસ્ટ પણ શેર કરી, જેમાં PSG ટોપ પર છે. IPL ટીમો પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ ચોથા અને પાંચમા ક્રમે છે. આ બંને ટીમે હજુ સુધી IPL ટાઇટલ જીત્યું નથી, પરંતુ પંજાબે આ વર્ષે શાનદાર પ્રદર્શન કર્યું અને ફાઇનલમાં પહોંચ્યું. ગુગલે સ્પોર્ટ્સની ઈવેન્ટની લિસ્ટ પણ બહાર પાડી. જેમાં ફિફા ક્લબ વર્લ્ડ કપ ટોપ પર હતો, ત્યારપછી, એશિયા કપ બીજા સ્થાને, ICC ચેમ્પિયન્સ ટ્રોફી ત્રીજા સ્થાને અને મહિલા વનડે વર્લ્ડ કપ ચોથા સ્થાને રહ્યો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now