Home Gujarat The Cruelty Of Human Like Animals With Innocent Animals In Ahmedabad

અમદાવાદમાં અબોલ પશુ સાથે ‘માનવ રૂપી જાનવરો’ની હેવાનિયત : બિલાડીને કોથળામાં પૂરી મારી, જીવ લઇ નરાધમો ફરાર થયા હતા, પોલીસે દબોચી લીધા

અમદાવાદમાં અબોલ પશુ સાથે ‘માનવ રૂપી જાનવરો’ની હેવાનિયત
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 22, 2025, 09:32 AM IST

Ahmedabad Cat Killing Case : અમદાવાદમાં માનવતાને શર્મસાર કરતી અને ક્રૂરતાનો હદ વટાવતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક યુવક દ્વારા બિલાડી સાથે કરવામાં આવેલી ક્રૂરતાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટના વાડજ વિસ્તારમાં આવેલા એક ખુલ્લા મેદાનની હોવાનું સામે આવ્યું છે, જ્યાં યુવક તેના બે મિત્રો સાથે કોથળામાં બિલાડીને લઈને નિર્દોષ-અબોલ જીવ પર દયાની ભાવના ખોઈ બેસીને ક્રૂરતાની હદ વટાવે છે

બિલાડી સાથે ક્રૂરતા

વીડિયોમાં દેખાય છે કે, યુવકે બંધ કોથળામાં બિલાડીને જમીન પર પછાડી હતી અને બાદમાં કોથળામાંથી બહાર કાઢીને પથ્થર વડે વારંવાર હુમલો કર્યો હતો. એટલું જ નહીં, બિલાડીના મોઢા પર પગ મૂકી લાતો મારવામાં આવી હોવાનો પણ વીડિયોમાં જોવા મળે છે. ઘટનાની ગંભીરતા અહીં અટકી નહોતી, યુવકે બિલાડીની બાજુમાં બેસીને નિર્લજ્જ રીતે ફોટો પણ પડાવ્યો હતો.

મોઢા પર પગ મૂકી લાતો મારી

આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ફેલાતા ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રાણીઓ સાથે આવી નિર્દયતા અને અમાનવીય વર્તન સામે લોકો કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. વાયરલ વીડિયોને કારણે શહેરમાં પ્રાણી સુરક્ષા અને કાયદાકીય કાર્યવાહી અંગે ચર્ચા તેજ બની છે. આ બનાવે સમાજમાં માનવતાના મૂલ્યો અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.

ત્રણની ધરપકડ

જીવ લઇ મૃત બિલાડી મૂકી નરાધમો ફરાર થયા હતા. વીડિયો વાયરલ થતા પોલીસ હરકતમાં આવી હતી અને વાડજ પોલીસે ગુનો નોંધી ત્રણની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથધરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now