Home Gujarat The Case Of Dj Sound Ban In Thakor Community

ઠાકોર સમાજમાં DJ સાઉન્ડ પ્રતિબંધનો મામલો : '...DJ સંચાલકોએ પોતાની રજૂઆત કેમ ન કરી: ગેનીબેન ઠાકોર

ઠાકોર સમાજમાં DJ સાઉન્ડ પ્રતિબંધનો મામલો
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 20, 2026, 09:37 AM IST

પાટણ જિલ્લામાં DJ સાઉન્ડ સંચાલકોના વિરોધના મામલે હવે સાંસદ ગેનીબેન ઠાકોરનું સ્પષ્ટ નિવેદન સામે આવ્યું છે. ઠાકોર સમાજના બંધારણમાં DJ પ્રથા બંધ રાખવાનો નિર્ણય લેવાતા DJ સાઉન્ડ સંચાલકોમાં અસંતોષ જોવા મળ્યો હતો અને તેના વિરોધરૂપે તેમણે કોંગ્રેસના કાર્યક્રમોમાં DJ સેવા ન આપવાની જાહેરાત કરી હતી. આ મુદ્દે જિલ્લામાં ચર્ચા અને રાજકીય ગરમાવો વધ્યો છે.

'...DJ સંચાલકોએ પોતાની રજૂઆત કેમ ન કરી'

આ મામલે વળતો જવાબ આપતા સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે, ઠાકોર સમાજના બંધારણના દિવસે કોઈપણ DJ સંચાલકોએ પોતાની રજૂઆત કેમ ન કરી તે પ્રશ્ન વિચારવા જેવો છે. તેમણે કહ્યું કે, માત્ર ઠાકોર સમાજ જ નહીં, પરંતુ ત્યારબાદ ઘણા અન્ય સમાજોએ પણ DJ પ્રથા બંધ રાખવાનો નિર્ણય લીધો છે. અન્ય સમાજોએ પણ આ નિર્ણય લીધો છે એટલે ચોક્કસપણે DJના ઉપયોગથી સમાજને નુકસાન થતું હોવાનું અનુભવાયું હશે.

'એક વ્યક્તિનો વ્યક્તિગત નિર્ણય નથી'

ગેનીબેન ઠાકોરે વધુમાં સ્પષ્ટ કર્યું કે, 'DJ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કોઈ એક વ્યક્તિનો વ્યક્તિગત નિર્ણય નથી, પરંતુ આ નિર્ણય ત્રણ જિલ્લાના તમામ લોકો દ્વારા સામૂહિક રીતે લેવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું કે સમાજના હિત, પરંપરા અને શાંતિ જાળવવા માટે આ નિર્ણય લેવાયો છે'.

'...પુનર્વિચારણા કરીને ચર્ચા બાદ ચોક્કસ નિર્ણય લેવામાં આવશે'

સાથે સાથે ગેનીબેન ઠાકોરે એવો પણ સંકેત આપ્યો કે ભવિષ્યમાં સમાજની ફરીથી બેઠક યોજાશે ત્યારે DJ સંબંધિત તમામ મુદ્દાઓ ચર્ચામાં આવશે અને ત્યારે આ બાબતે પુનર્વિચારણા કરીને ચર્ચા બાદ ચોક્કસ અને યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now