Home Gujarat The Accused Hanging In The Gallery Of A Building Threatened To Jump Off The Fifth Floor To Escape The Police An Incident In Odhav Ahmedabad

"જો તમે મને પકડવા આવશો તો હું પાંચમા માળેથી નીચે કુદી જઈશ" : બિલ્ડિંગની ગેલેરીમાં લટકેલાં આરોપીએ પોલીસને આપી નીચે કુદવાની ધમકી, અમદાવાદની ઘટના!

"જો તમે મને પકડવા આવશો તો હું પાંચમા માળેથી નીચે કુદી જઈશ"
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jun 07, 2025, 09:59 AM IST

Breaking News: ઈમારતના પાંચમાં માળની ગેલેરીમાં ચઢ્યો છે ચોર. વોન્ટેડ આરોપીને પોલીસ પકડવા આવી છે અને સર્જાયા છે ફિલ્મી દ્રશ્યો. પોલીસથી બચવા આરોપી ઈમારતમાં ઘૂસીને તેની લોબીમાં લટકી રહ્યો છે. ફ્લેટની બારીમાંથી આરોપી ગેલેરીની લોબીમાં ઉતરી ગયો છે. આરોપી પોલીસને ધમકી આપી રહ્યો છેકે, જો તમે મને પકડવા આવશો તો હું પાંચમાં માળેથી નીચે કુદી જઈશ.


આ વિચિત્ર ઘટનાને પગલે ઈમારતમાં પોલીસ ચઢી છે અને બિલ્ડિંગની નીચે નેટ લઈને ફાયર બ્રિગેડની ટીમ પ્રોટેક્ટ કરવા ઉભી છે. અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલા શિવમ આવાસમાં આ વિચિત્ર ઘટના બની છે...આરોપી અભિષેક તોમર વિરુદ્ધ 7 જેટલા ગુના નોંધાયા છે. આ માથા ફરેલાં આરોપીએ હાલ ફ્લેટના રહિશો, પોલીસ અને ફાયરની ટીમની દો઼ડપકડ કરાવી દીધી છે.


ઓઢવમાં આરોપી અને પોલીસ વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. અભિષેક ઉર્ફે શૂટરને પકડવા જતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. શિવમ આવાસ યોજનામાં ક્રાઈમ બ્રાંચ આરોપીને પકડવા ગઈ હતી. આરોપી ફ્લેટની ગેલેરીમાં ચડી આત્મહત્યાની ધમકી આપી હતી. આરોપી અભિષેક હથિયાર અને ફાયરિંગના ગુનામાં સંડોવાયેલો છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમ આરોપીને સહીસલામત નીચે ઉતારવા જહેમત કરી હતી.

પોલીસ અને આરોપી વચ્ચે ત્રણ કલાક ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા અને ભારે સમજાવટ બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.આરોપી ઊંચી ઈમારતની ગેલેરી પર ચઢી ગયો હતો અને નીચે કૂદીને આત્મહત્યા કરવાની સતત ધમકી આપી રહ્યો હતો. પોલીસ અને ગુનેગાર વચ્ચે લગભગ ત્રણ કલાક જેટલા સમય સુધી ફિલ્મી દ્રશ્યો જોવા મળ્યા હતા.

પોલીસ દ્વારા સતત આરોપીને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. જ્યારે આરોપી કોઈપણ રીતે સમજવા અને સરેન્ડર કરવા તૈયાર ન હતો.જ્યારે બિલ્ડિંગની નીચે પણ પોલીસકર્મીઓ નેટ લઈને ઉભેલા જોવા મળી રહ્યા હતા. જેથી કરીને ગુનેગાર છલાંગ લગાવે તો તેને સલામત રીતે પકડી શકાય. બીજી બાજુ, ગેલેરીમાંથી પણ પોલીસકર્મીઓ દ્વારા તેને સતત સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. જ્યારે તેની ઉપરની બાલ્કનીમાંથી પણ પ્રોટેક્શન હૂક અને દોરડા વડે કર્મીઓ નીચને ઉતરી તેને પકડવા તજવીજ કરી રહ્યા હતા. જોકે, છેવટે ત્રણ કલાકના ડ્રામા બાદ આખરે ગુનેગાર માન્યો હતો અને પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now